ગાંધીનગરના મહાત્મા મંદિર નજીક ફ્રુટની લારીવાળાએ પોલીસને બાનમાં લેવા હોસ્પિટલમાં દાખલ થયો હોવાની ચર્ચા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-12 11:12:09
  • Views : 385
  • Modified Date : 2020-10-12 11:12:09

ગાંધીનગર શહેરના ફૂટપાથ ઉપર દબાણો કરી અનેક લોકો  રોજી રોટી કમાતા હોય છે. સેકટર-૭ના ફૂટપાથ ઉપર આવી જ એક ફરિયાદ મળતા સેકટર-૭ ની પીસીઆર વાન બે કોન્સ્ટેબલ સાથે દબાણ ખસેડવા ગયા હતા. દબાણદારે પોલીસ સાથે જીભાજાેડી કરતા મામલો બિચક્યો હતો.  ત્યારબાદ આખો મામલો પોલીસ મથકે આવ્યો હતો અને પોલીસ
સ્ટેશનથી છોડી દેવામાં આવ્યો હતો તેવું સૂત્રો દ્વારા જાણવા મળેલ. ત્યારે બાદ આ દબાણદાર હાઈટેક હોસ્પિટલમાં દાખલ થઈ મારમાર્યો હોવાનું રટણ રળતો હતો. જાે કે આખા મામલામાં કોણ સાચુ કોણ ખોટુ તેની તપાસ થાય તો સત્ય બહાર આવે. પણ જાે પોલીસ ખરેખર દબાણ ખસેડવા ગઈ હોય તો દબાણદારે પોલીસની વાત જીભાજાેડી કર્યા વગર માનવી જાેઈએ. અને સામે પોલીસે પણ એવું કોઈપણ કાયદાનો ભંગ થાય તેવુ કાર્ય કરવું જાેઈએ નહીં. ફુટપાથ ચાલવા માટે છે નહીં કે દબાણ કરી અડચણ ઉભી કરવા માટે. ખરેખર તો દબાણો દૂર કરવાની ફરજ કોર્પોરેશનની છે.

Download Our B K News Today App



Related News