મહિલાઓમાં સ્થૂળતાને કારણે ટાઇપ-૨ ડાયાબિટીસ થવાનું જોખમ વધે છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-18 11:30:10
  • Views : 305
  • Modified Date : 2021-02-18 11:30:10

એક નવા સંશોધનમાં જાણવા મળ્યું છે કે જે લોકોને પહેલેથી સ્થૂળતાની સમસ્યા રહે છે તેમને ટાઇપ ૨ ડાયાબિટીઝ થવાનું જોખમ વધારે હોય છે. જો કોઈ વ્યક્તિમાં પાછળથી સ્થૂળતાની સમસ્યા વિકસે છે તો તેને ટાઇપ-૨ ડાયાબિટીઝ થવાનું જોખમ ઓછું રહે છે. પરંતુ હા, તેમને સ્વાસ્થ્ય સંબંધિત અન્ય સમસ્યાઓ થઈ શકે છે. પરંતુ નવા અભ્યાસ મુજબ, જો શરૂઆતથી જ મેદસ્વીપણાની સમસ્યા હોય તો ટાઇપ-૨ ડાયાબિટીઝ થવાની સંભાવના રહે છે.
આ રિસર્ચ જર્નલ ઓફ યુરોપિયન અસોસિએશન ફોર ધ સ્ટડી ઓફ ડાયાબિટીસમાં પ્રકાશિક કરવામાં આવ્યું છે. આ સ્ટડીમાં સંશોધકોનું કહેવું છે કે, કોઇપણ પરિસ્થિતિમાં સ્થૂળતાથી બચવું જોઇએ. આ અભ્યાસમાં સંશોધકોએ ઓસ્ટ્રેલિયન લોન્ગિટ્યુડિનલ સ્ટડી ઓન વુમન્સ હેલ્થના આંકડાઓનો ઉપયોગ કર્યો છે. તેમણે ૧૮થી ૨૩ વર્ષની ઉંમરની ૧૧,૧૯૨ મહિલાઓના બોડી માસ ઇન્ડેક્સ ટ્રેજેક્ટ્રીઝનો અભ્યાસ કર્યો અને એ તારણ કાઢ્યું કે સ્થૂળતાને કારણે તેમનામાં ટાઇપ-૨ ડાયાબિટીસ થવાની શક્યતા અન્ય લોકોની સરખામણીએ વધુ છે. સંશોધકોનો દાવો છે કે તેમના અભ્યાસથી સ્થૂળતા અને ટાઇપ-૨ ડાયાબિટીસનું જોખમ ઓછું કરવામાં મદદ મળશે. તેમણે દરેક એ પાસાંનો અભ્યાસ કર્યો છે જે મેડિકલ રિસર્ચની દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ છે. ટૂંક સમયમાં જ આ રિસર્ચ અનુસાર ડોક્ટર્સ ટાઇપ-૨ ડાયાબિટીસને કન્ટ્રોલ કરવા માટે નવા ઉપાય અપનાવશે.

Download Our B K News Today App



Related News