નાગા બાવાનો વેશધારણ કરી દાગીના ચોરતો શખ્સ ઝડપાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-07 12:20:25
  • Views : 369
  • Modified Date : 2021-02-07 12:20:25

તસ્કરો ચોરી કરવા નવી નવી મોડસ ઓપરેન્ડી કરી રહ્યા છે. સામાન્ય નાગરિકો માટે આંખ ઉઘાડનાર કિસ્સો સામે આવ્યો છે. દહેગામમાં રહેતો શખ્સ નાગા બાવાનો વેશ ધારણ કરી એકલ દોકલ વ્યક્તિને શિકાર બનાવતા દહેગામના શખ્સને ગાંધીનગર એલસીબી દ્વારા ઝડપી લેવામાં આવ્યો હતો.
મળતી માહિતી મુજબ દહેગામ મદારીનગરમાં રહેતો ૪૩ વર્ષિય ગોપાલનાથ લાડકનાથ ગોરખનાથ ભાટી મજુરી કરી જીવન નિર્વાહ કરી રહ્યો છે. ત્યારે ગાંધીનગર એલસીબી ટીમને બાતમી મળી હતી કે, એક વ્યક્તિ નહેરૂ ચોકડી પાસે દાગીના વેચવા ફરી રહ્યો છે. ત્યારે પોલીસે સ્થળ
ઉપર જઇ ચેકીંગ કરતા આ શખ્સ ઝડપાઇ ગયો હતો. જેની પાસેથી ચોરસ સ્ટોનવાળી સોનાની ચેઇન કિંમત રૂ. ૬૦૩૦૦ અને સોનાની વિંટી કિંમત રૂ. ૨૯૩૫૦ના દાગીના મળી આવ્યા હતા.
પોલીસે આકરી પૂછપરસ કરતા આ શખ્સ આશરે આઠ મહિના પહેલા મિત્રો સાથે સુરત રાહુલનાથ કંચનનાથ મદારી, કરણનાથ નટવરનાથ મદારી, દેવાનાથ અજાનાથ મદારી સુરત ગયા હતા. જ્યા બારડોલી નજીકમાં કરણનાથ ઉતરી ગયો હતો અને તેને નાગા બાવાનો વેશધારણ કર્યો હતો. ત્યારે રોડ ઉપર એક કારને ઉભી રખાવી તેની નજર ચૂકવી દાગીના સેરવી લીધાનુ સામે આવ્યુ હતુ. જ્યારે તે દાગીના ગોપાલનાથ દહેગામમાં વેચવા નિકળતા ઝડપી લેવામાં આવ્યો હતો. જ્યારે અન્ય આરોપીઓ ફરાર હોવાથી પોલીસે શોધખોળ હાથ ધરી કાર્યવાહી ચાલુ કરી હતી.

Download Our B K News Today App



Related News