ગઢ ખાતે જમીનના ઝઘડા મામલે વાંસીથી હુમલો કરતા એક વ્યકિતને ગંભીર ઈજાઓ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-05 12:43:17
  • Views : 954
  • Modified Date : 2019-07-05 12:43:17

પાલનપુર તાલુકાના ગઢ ખાતે જર, જમીન અને જોરુ ત્રણેય કજીયાના છોરુની કહેવતને સાર્થક કરતો કિસ્સો બનવા પામ્યો છે. ગઢ ખાતે રહેતા વાલજીભાઈ શંકરભાઈ ગોઠી (પટેલ)ને સામઢીની સીમમાં ખેતીની જમીન આવેલી છે. જેનો ઝધડો તેમના કાકા સાથે ચાલી રહ્યો છે અને ગતરોજ અષાઢી બીજ હોઈ વાલજીભાઈ તથા તેમના ભાઈ જયંતિભાઈ પોતાના ખેતરમાં આવેલ મામાબાવજી અને ગોગમહારાજના મંદિરે પ્રસાદ ધરાવવા માટે ગયા હતા. તે દરમિયાન તેમના મોટોભાઈ મંદિરની સાફસુફી કરતા હતા. ત્યારે તેમના કાકાનો દિકરો પ્રવિણભાઈ અમુભાઇ તેની ગાડી લઈને આવેલો અને ગાડીમાં રહેલ વાંસી લઈનેઆવી વાલજીભાઈને કહેવા લાગેલ કે તમો અગાઉની મગજમારીમાં જામીન તરીકે કેમ રહેલ, તેમ કહી તેના હાથમાં રહેલ વાંસી તેમના માથાના ભાગે મારી દીધી હતી અને તેને વાસી મારતાં રોકવા જતાં તેમના હાથે પણ ઈજાઓ થવા પામી હતી. ગંભીર ઈજાઓ થતાં લોહી નિકળતાં તેમના મોટાભાઈ આવીને વધુ મારમાંથી બચાવેલ અને આ પ્રવિણભાઈ જતા જતા કહેવા લાગેલ કે આજે તો તુ બચી ગયો છે પરંતુ હવે પછી હાથમાં આવીશ તો જાનથી મારી નાંખીશ. એવી ધમકીઓ આપી ત્યાંથી જતા રહ્યા હતા. વાલજીભાઈને ગંભીરઈજાઓ અને લોહી વહેતુ હોઈ તેમના મોટાભાઈ તાત્કાલિક પાલનપુર સિવિલ હોÂસ્પટલમાં સારવાર માટે લઈ ગયા હતા અને ગઢ પોલીસ મથકમાં જાણ કરતાં ગઢ પોલીસ પાલનપુર સિવિલ ખાતે જઈ તેમનુ નિવેદન લઈ ગુનો દાખલ કર્યો હતો.  આગળની તપાસ સામઢી ઓ. પી. ના હેડ. કોન્સ. ગણેશભાઈ ચલાવી રહ્યા છે. 



Download Our B K News Today App



Related News