પોલીસ પર આરોપ લાગતાં, પાટણમાં દફનાયેલી લાસને બહાર કાઢી પી.એમ અર્થે ખસેડાઇ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-04 18:23:11
  • Views : 1500
  • Modified Date : 2020-04-04 18:23:11

પોલીસ પર આરોપ લાગતાં, પાટણમાં દફનાયેલી લાસને બહાર કાઢી પી.એમ અર્થે ખસેડાઇલોકડાઉનમાં જાહેર નામાનો ભંગમાં પકડાયેલ પાંચ આરોપીઓમાંથી એકનું ગણતરીના કલાકોમાં મોત થયુ હતું. પોલીસ પર આરોપ લાગતાં , દફન કરેલી લાસને તંત્રએ  જમીનમાંથી બહાર કઢાવી પી.એમ રિપોર્ટ માટે માટે મોકલી આપીસમગ્ર ગુજરાતમાં અત્યારે કોરાનાએ કહેર વર્તાવ્યો છે તેને રોકવા માટે સરકાર તરફથી આપવામાં આવેલ લોકડાઉનના આદેશ આપવામાં આવ્યો છે અને પાટણ જિલ્લામાં જાહેરનામું પાડી પોલીસને કડક આદેશ આપવામાં આવ્યા છે. પાટણ જિલ્લા વારાહી પોલીસ દ્વારા આ જાહેરનામાંના ભંગ બદલ ૩૦ માર્ચે ગઢા ગામેથી પાંચ યુવાનોને પકડી તેમની ઉપર કલમ ૧૮૮ મુજબ ની કાર્યવાહી કરવામાં આવી હતી અને પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા ત્યાર બાદ આ આરોપીઓ ને જામીન ઉપર મુક્ત કરતા જેમાં નો એક આરોપી મહેશભાઇ રાવળ પોલીસ જોડેથી  છૂટ્યા ના કલાકોની ગણતરી માં મોત થયું હતું ત્યારે ગામના લોકો માં એકજ ચર્ચા નો વિષય બન્યો હતો . પોલીસ દ્વારા માર મારતા મોત થયું છે આ બાબત વધુ ફેલાઈ જતા રાધનપુર નાયબ પોલીસ અધિક્ષક વાઘેલા દ્વારા આ યુવાનનું આકસ્મિક મોત નીપજયું છે તેવું જણાવ્યુ હતું . જમીનમાં દાટેલી લાસને કઢાવી પીએમ માટે મોકલી આપી હતી  આ બાબતે અનેક સવાલો પણ ઉઠયા હતા  જો પોલીસ કર્મીઓ દ્વારા માર મારવામાં આવ્યો હશે તો પણ કડક કાર્યવાહી થશે તેવું જે.વી  વાઘેલા જણાવ્યું હતું 

Download Our B K News Today App



Related News