ડીસામાં દાડમ ભરેલ ટ્રક પલ્ટી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-29 11:27:55
  • Views : 466
  • Modified Date : 2019-04-29 11:27:55

ડીસા તાલુકાના આખોલ ચાર રસ્તે દિલ્હી-કંડલા નેશનલ હાઈવે ઉપર બ્રીજ પર અવારનવાર અકસ્માત થવાના બનાવો પ્રકાશમાં આવે છે. અંદાજીત ૩ વર્ષ અગાઉ એક શાકભાજી ભરીને આવી રહેલ એક ટ્રક બ્રીજ પર નીચે ખાબકી જતા મોટું નુકસાન થવા પામ્યું હતું. ત્યાર બાદ તાજેતરમાં એક હિટાચી મશીન પણ બ્રીઝ પર નીચે ખાબકી જતા સદનસીબે જાનહાનિ ટળી હતી. ત્યારે ગત રોજ સવારે એક દાડમની
પેટીઓ ભરીને જઈ રહેલ ટ્રક ઓવરબ્રીજ પરથી પસાર થઇ રહી હતી. તે દરમિયાન અચાનક ચાલક સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક એક તરફ ખેચાઇ જઈ બ્રીજની કિનારે
પલટી ખાઈ જતા ટ્રકમાં રહેલ દાડમની પેટીઓ રસ્તા પર વિખેરાઈ હતી. જોકે આ ટ્રક બ્રીજની સેફ્‌ટી વોલના કારણે અટકી ગઈ હતી. જેને કારણે મોટી જાનહાની ટળી હતી. જયારે ઘટનાસ્થળે નીચે દાડમ વિખેરાઈ જતા લોકોના ટોળેટોળા ઉમટી પડ્‌યા હતા. તેઓ કોઈ દાડમ વીણવામાં વ્યસ્ત હતા તો કોઈ વ્યક્તિતો નીચે નથી તેની શોધ કરતા જોવા મળ્યા હતા. ઘટનાની જાણ તથા ડીસા તાલુકા મથકનો સ્ટાફ દોડી આવી ટ્રાફિક દૂર કરવા તેમજ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


Download Our B K News Today App



Related News