જસરામાં ૧૦ માં અશ્વમેળાનો દબદબાભેર પ્રારંભ થયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-10 11:26:26
  • Views : 282
  • Modified Date : 2021-03-10 11:26:26

લાખણી તાલુકાના જસરા ગામમાં બુઢેશ્વર મહાદેવ મેળા સમિતિ અને સમસ્ત જસરા ગામ દ્વારા દર વર્ષે અશ્વ મેળાનું આયોજન કરવામાં આવે છે, જે અંતર્ગત આ વખતે પણ ત્રણ દિવસીય અશ્વ મેળાનો પ્રારંભ થયો છે.
જસરાના અશ્વ મેદાનમાં દર વર્ષે ગુજરાત સહિત વિવિધ પ્રદેશોના જાતવાન અશ્વોનો મેગા અશ્વ મેળો ભરાય છે જેને મહાશિવરાત્રીના મેળા તરીકે ઓળખવામાં આવે છે આ વખતે ત્રણ દિવસીય ૧૦ માં અશ્વ મેળાનો પરંપરાગત રીતે જસરા ગામમાં બિરાજમાન પ્રાચીન અને પરચાધારી બુઢેશ્વર મહાદેવ મંદિરે પૂજા અર્ચના અને ધ્વજારોહણ કરીને વિધિવત રીતે મેળાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. મેળાના પ્રથમ દિવસે ૪૦ કિલોમીટર લાંબી એન્ડુયુરન્સ હરીફાઈ યોજાઈ હતી. જેમાં વિવિધ જાતવાન અશ્વોએ તેમાં ભાગ લીધો હતો. આ હરીફાઈ જસરાથી ચાલુ થઈ હતી જે
આજુબાજુના વિસ્તારમાં ફરીને
પરત આવી હતી. આ રેસમાં બાળ અસવારો અને મહિલા અસવારોએ ભાગ લીધો હોવાથી જ્યાં જ્યાંથી આ રેસ નીકળી ત્યાં લોકો જાેવા ઉમટ્યા હતા. પ્રથમ દિવસે બપોર પછી અશ્વ મેદાન ખાતે ગુજરાત પોલીસ દળના જાતવાન અશ્વોએ દિલધડક કરતબો બતાવી હતી. ઊંટની નાચ તેમજ રંગરૂપની હરીફાઈઓ પણ યોજાઈ હતી. જસરાનું અશ્વ મેદાન ઘોડાઓની હણહણાટીથી ગુંજી ઉઠ્‌યું હતું.

Download Our B K News Today App



Related News