કાંકરેજના અધગામમાં ગેરકાયદેસર દબાણો તોડી પડાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-25 12:10:15
  • Views : 290
  • Modified Date : 2021-03-25 12:10:15

કાંકરેજ તાલુકાના અધગામ ગ્રુપ ગ્રામ પંચાયતમાં આવેલ અધગામ ગામના સર્વે નંબર ૧૭૮માં આવેલ ૧-૮૬-૧૮ ચો.મીટરમાં થયેલાં ગેરકાયદેસર દબાણોને દુર કરવા માટે અરજદાર પટેલ પ્રભાતભાઈ ભેમાભાઈએ નામદાર હાઇકોર્ટમાં દાખલ કરેલ રીટ પીટીશન નંબર ૧૨૪/૨૦૧૮ ના પીટીશનમાં તા.૨૪/૧૨/૨૦૧૮ હુકમથી દબાણો કાંકરેજ મામલતદાર, સર્કલ ઓફીસર થરા, સર્વેયર
પાલનપુરની હાજરીમાં માપણી કરી હુકમ મુજબ અધગામમાં કરાયેલ ગેરકાયદેસર  દબાણો દુર કરાવવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
 પ્રાપ્ત વિગતો અનુસાર
કાંકરેજ તાલુકાના અધગામમાં થયેલાં ગેરકાયદેસર દબાણો તા.૨૧/૩/૨૦૨૧, તા.૨૨/૩/૨૦૨૧ ના રોજ અધગામ તા.કાંકરેજના સર્વે નં.૧૭૮ ની જમીનમાં અધગામ ગામના લોકો દ્વારા ગેરકાયદેસર દબાણો કરેલા હતા. જે દબાણોમાં પાકા
પતરાના શેડ ધાસચારો ભરવાના, વાડાનંુ દબાણ,
પાણીની ટાંકી, પાકુ ઢાળીયુ, વાડાનું દબાણ, પાણીની કુંડી વગેરે જેવું દબાણ કરવામાં આવેલ હતું. બે દિવસ દરમ્યાન કાંકરેજ મામલતદાર અને તેમની ટીમ દ્વારા દબાણો ખુલ્લા કરાવવાનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો. દબાણો જેસીબી મશીન દ્વારા તોડી નાંખવામાં આવ્યા હતા. જેનંું ક્ષેત્રફળ ૧-૮૬-૧૮ ચો.મીટર જેટલાં વિસ્તારમાં દબાણ તોડી પાડવામાં આવ્યા હતા.
આ દબાણ ખુલ્લા કરવાના કાર્યક્રમમાં કાંકરેજ તાલુકા મામલતદાર મંજુલાબેન ટી.રાજપુત, સર્કલ ઓફીસર થરા બી.એસ.સોલંકી,થરા કસબા તલાટી હિતેશભાઈ વી.સુથાર, કે.એમ.પટેલ, વર્ષાબેન ચૌધરી વગેરે તેમજ
પંચો રુબરુ તેમજ કોઈ અનિચ્છનિય બનાવ ન બંને તે માટે થરા પોલીસ દ્વારા ચુસ્ત
પોલિસ બંદોબસ્ત સાથે દબાણો તોડી પડાયા હતા.

Download Our B K News Today App



Related News