વડગામ તાલુકાના હોતાવાડામાં ૧૫ વર્ષ જુના ગૌચરના દબાણો હટાવાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-19 12:27:57
  • Views : 532
  • Modified Date : 2019-11-19 12:27:57

વડગામ તાલુકાના કરનાળા ગૃપ ગ્રામપંચાયતમાં આવતા હોતાવાડા ગામમાં આવેલ ગૌચરમાં છેલ્લાં ૧૫ વર્ષથી મોટા પાયે દબાણો કરીને વાવેતર કરાતું હતું. જે બાબતે ગામના જ એક અરજદાર દ્વારા દબાણો દુર કરવા
ગ્રામપંચાયતથી લઇને વડગામ તાલુકા પંચાયત તેમજ મુખ્યમંત્રી સુધી રજૂઆત થતાં આખરે તંત્ર દ્વારા દબાણો દૂર કરવાની ફરજ પડી હતી.
કરનાળા ગૃપ ગ્રામ
પંચાયતમાં આવતા હોતાવાડા ગામમાં બાબુભાઇ હીરાભાઇ રાવળ તેમજ પંચાયતના મહિલા સદસ્યના પતિ હીરાભાઇ મોતીભાઇ રાવત દ્વારા ગૌચરમાં ભારે દબાણો કરીને વાવેતર કરાઇ રહ્યું હતું. ગામમાં છેલ્લાં પંદર વર્ષથી ગૌચરમાં દબાણો કરાતાં ગામના જ અરજદાર દલાભાઇ ચેલાભાઇ પરમાર  ગૌચરમાં થયેલા દબાણો દુર કરવા માટે સ્થાનિક ગ્રામપંચાયતથી લઇને વડગામ તાલુકા પંચાયત તેમજ મુખ્યમંત્રી સુધી રજૂઆતો કરતાં વડગામ તાલુકાના સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા દબાણોદુર કરવા માટેની તજવીજ હાથ ધરી હતી. જેમાં વડગામ તાલુકા વિકાસ અધિકારી એ.એચ.પરમાર, અને સર્કલ ઓફીસર મફાજી રાજપુત,તેમજ કરનાળા સરપંચ નથુભાઈ પટેલ, તલાટી હરેશભાઈ ધુળીયા સહિત વડગામ પી.એસ.આઇ.પોલીસ ટીમ સાથે બે જેસીબી મશીન સાથે હોતાવાડા જઇને વર્ષો જુના ગૌચરના દબાણો દુર  કરાવતાં ગામમાં હાહાકાર મચી ગઇ હતી.
અત્રે ખાસ ઉલ્લેખનિય છે કે વડગામ તાલુકામાં ગામે ગામ મોટા પ્રમાણમાં ગૌચર તેમજ સીમતળમાં દબાણો કરાયા છે ત્યારે તંત્ર દ્વારા આ બાબતે પણ ગંભીરતા દાખવીને દબાણો દૂર કરવામાં આવે તેવી માંગ લોકોમાંથી ઉઠવા પામી છે.

Download Our B K News Today App



Related News