દબાણ ઃ ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા ચ-૨ થી ચ-૭ સુધી ફૂટપાથ ઉપરના દબાણો હટાવાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-08 11:27:22
  • Views : 265
  • Modified Date : 2020-10-08 11:27:22

ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે
ફૂટપાથ બનાવવામાં આવી છે. છેલ્લા ઘણા સમયથી આ
ફૂટપાથ ઉપર લારી ગલ્લાવાળાએ અડિંગો જમાવી દબાણ કર્યું હતું. જોકે જાહેરનામા ઉલ્લેખ છે કે ચ રોડ ઉપર લારી ગલ્લાવાળાને ઉભા રાખવા નહીં. બી.કે. ન્યુઝ દૈનિકમાં થોડા સમય અગાઉ જ આ દબાણ મુદ્દે અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો.
તાજેતરમાં જ ફૂટપાથ
ઉપરના જુના પેવર બ્લોક કાઢીને નવા પેવર બ્લોક નાખવામાં આવ્યા છે. ત્યારે મહાનગર
પાલિકા દ્વારા આ પેવર બ્લોક શહેરવાસીઓને ચાલવા માટે નાખવામાં આવ્યા હતા. પરંતુ
પરિસ્થિતિ કંઈક અલગ જ હતી લોકોને ચાલવા માટેનો ફૂટપાથ ઉપર લારી ગલ્લાવાળાએ પોતાનો અડીંગો જમાવી દીધો હતો. જેના કારણે શહેરવાસીઓને રોડ
ઉપર ચાલવા માટે મજબુર બન્યા હતા. પરંતુ તાજેતરમાં જ આ અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો. જેના ભાગરૂપે
પાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે આ સમસ્યા દૂર કરવામાં આવી હતી. જુદા જુદા ધંધાર્થીઓ અમદાવાદથી અહીંયા ધંધો કરતા આવતા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. સામાન્યપણે રોડ ઉપરથી નીકળતા લોકો જ્યારે આવા લારી ગલ્લા ઉપર નજર
પડે તો ગાડી કે બાઈક સાઈડમાં ઉભુ રાખી ખરીદી કરવામાં લાગી જતા હોય છે. ત્યારે જાહેર રોડ ઉપર આના કારણે ટ્રાફિકની સમસ્યા અને અકસ્માતની સમસ્યા પણ સર્જાઇ શકે તેવી ગંભીર બાબત હતી. પરંતુ તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આવા દબાણકારોને દૂર કરવામાં આવ્યા હતા.

Download Our B K News Today App



Related News