વડગામમાં ખેરાલુ રોડ પરના દબાણો હટાવાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-12 12:10:32
  • Views : 398
  • Modified Date : 2019-12-12 12:10:32

વડગામના ખેરાલુ હાઇવે
પરના મગરવાડા ચોકડીથી બસસ્ટેન્ડ વિસ્તાર, વરવાડીયા ચોકડી સુધીના દબાણો દૂર કરવામાં આવ્યા હતા.  અધિકારીઓ દ્વારા લારી ગલ્લાઓને દૂર કરવામાં આવ્યા પણ પાકા દબાણો તેમના તેમ રાખી ભેદભાવ રાખવામાં આવ્યો હતો. જેને લઇ ગરીબ  લોકોમાં રોષ જોવા મળ્યો હતો. તાલુકા મથક વડગામમાં ખેરાલુ રોડ પરની સાઇડો પરના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. પણ તેમાં દબાણ દૂર કરતા અધિકારીઓ દ્વારા બેવડી નીતિ રાખવામાં આવી હતી. જેના લીધે લારી ગલ્લા ચલાવી પોતાની રોજી રળતા અંદાજે દોઢસો જેટલા ગરીબ લોકોના દબાણો દૂર કરી, તેમની રોજીરોટી છીનવી હોવાનું ગરીબોએ જણાવ્યું હતું. ત્યારે રોડ પરના પાકા મકાનોના દબાણો તેમના તેમ રાખતા ગરીબ લોકોમાં રોષ જોવા મળ્યો હતો. આ અંગે નેશનલ હાઈવે ઓથોરિટીના ના.કાર્યપાલક ઈજનેરને પુછતાં તેઓએ જણાવ્યું હતું કે રોડના મધ્ય બિંદુથી નવ મીટર સુધી રોડ બનાવવા દબાણો દૂર કરવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આ દબાણ હટાવવાની કાર્યવાહીમાં મામલતદાર આર.સી.ઠાકોર, ટીડીઓ એ.એચ.પરમાર સહિત અધિકારીઓ હાજર રહ્યા હતા.

Download Our B K News Today App



Related News