અમીરગઢ પંચાયત દ્વારા દબાણો દૂર કરાતા દબાણદારોમાં ફફડાટ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-25 11:30:43
  • Views : 432
  • Modified Date : 2019-07-25 11:30:43

અમીરગઢ તાલુકાની તમામ પ્રજા તેમજ અધિકારી અને વિદ્યાર્થીઓ માટે માથાના દુઃખાવા સમાન બની ગયેલા અમીરગઢના મુખ્ય દ્વાર રેલ્વે ફાટકથી આર.આર.વિદ્યાલય સુધી રસ્તામાં અમીરગઢના વેપારીઓએ પોતાની દૂકાનો આગળ ઓટલા તેમજ પતરાંની છત બનાવી બન્ને બાજુથી આ મુખ્ય માર્ગને સાંકડી દેતા અવાર-નવાર ટ્રાફિક સમસ્યા સર્જાય છે.
જેથી ઘણીવાર અકસ્માત તેમજ સરકારી કામકાજ અર્થે મુખ્ય જગ્યાએ પહોંચવામાં મોડું થઈ જતું હોય છે. તેમજ લોકોને  ધરમ ધક્કા ખાવાનો વારો આવે છે.
જે પરિÂસ્થતિને ધ્યાને લઈ અમીરગઢ ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટીએ પહેલાં દબાણદારોને નોટીસ પાઠવી દબાણો દૂર કરવા જણાવ્યું હતું છતાં પણ દબાણો દૂર ન કરતા ગતરોજ અમીરગઢ
સરપંચ-તલાટીએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખી દબાણો દૂર કરાવ્યા હતા. જેથી કેટલાંક સ્વાર્થી વેપારીઓએ આ
સરાહનીય
 કામગીરીનો વિરોધ પણ કર્યો હતો. તો અમુક વેપારીઓ પોલીસ જવાનોને ધમકાવતા નજરે પડ્યા હતા છતાં પણ સરપંચ - તલાટી અને પોલીસ જવાનોએ આ સરાહનીય કાર્યમાં અડીખમ ઉથા રહી સાથ આપ્યો હતો અને પોતાની ફરજ અદા કરી  હતી.
જા કે દબાણ દૂર કયા પછી પરિÂસ્થતિ જેસે થે જેવી બની જતા અમીરગઢ તાલુકાની પ્રજાને આ મુખ્ય માર્ગ ઉપર ટ્રાફિક સમસ્યાથી છુટકારો મળશે કે કેમ ? એ એક મુંજવતો પ્રશ્ન છે.

Download Our B K News Today App



Related News