જાખેલ અને જોટાડા ગ્રામપંચાયતની હદમાં દબાણો દૂર કરાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-07 11:16:38
  • Views : 381
  • Modified Date : 2020-10-07 11:16:38

જાખેલ ગ્રુપ ગ્રામ
પંચાયતમાં આવેલ જાખેલ અને જોટાડા ગામમાં લોકો દ્‌બારા કરવામાં આવેલ ગેરકાયદેસર દબાણોને દૂર કરવા માટે જોટાડાના જાગૃત નાગરીક જોરાજી હેમાજી ઠાકોર દ્વારા નામદાર ગુજરાત હાઇકોર્ટમાં કરવામાં આવેલ અરજીને ધ્યાને લઈ નામદાર ગુજરાત હાઇકોર્ટે સિવિલ એપ્લીકેશન એસસીએ ૨૯૨૯/૧૯ ના ૧૨/૨/૨૦૧૯ ના હુકમ મુજબ જાખેલ
ગ્રામપંચાયત કચેરી દ્વારા દબાણો દૂર કરવામાં આવ્યા હતા.
કાંકરેજ તાલુકાના જાખેલ ગ્રુપ ગ્રામપંચાયત દ્‌બારા જાખેલ અને જોટાડામાં સર્વે નં. ૧૮૮ ગૌચર જમીનમાં જાખેલ અને જોટાડા ગામના લોકો દ્વારા મોટાપાયે દબાણો કરેલ હતા. જે દરમ્યાન સર્વે નં .૧૮૮ ગૌચર જમીનના દબાણોમાં થયેલ વાવેતર કપાસ, એરંડા, બાજરી, રજકા બાજરી વગેરે જેવા વાવેતર કરેલ પાકોમાં ખેડાઇ કરેલ. જમીનની વાડો ઉપર જેસીબી મશીન, લોડર મશીન તેમજ ટ્રેકટરો મારફતે ખેડી નાખવામાં આવ્યા અને અમુક ખેતરોમાં ખેડૂતોના ઉભા પાકમાં ઢોરો ચરાવી તેમજ ઉભા પાકોનો નાશ કરી દબાણો ખુલ્લા કરાવવામાં આવેલ. તેમજ જોટાડા ગામે આવેલ સર્વે.નં. ૮૪ પૈકી ગૌચર જમીનમાં વાવેતર તેમજ મકાનો આવેલા છે. તે દબાણો ખુલ્લા કરાવવાનો કાર્યક્રમ ચાલુ છે. બાકી રહેલાં દબાણો ખુલ્લા કરાવવામાં આવશે. આ દબાણ ખુલ્લા કરવાના કાર્યક્રમમાં
કાંકરેજ તાલુકા વિકાસ અધિકારી અનિલભાઈ ત્રિવેદી, સર્કલ
ઈસ્પેકટર હસમુખભાઇ રાજગોર, જાખેલ તલાટી,
સરપંચ અશોકભાઈ રાવળ, તાલુકા પંચાયત સ્ટાફ તેમજ કોઈ અનિચ્છનિય બનાવ ન બને તેમાટે થરા પી.એસ.આઈ. એમ. બી. દેવડા તેમજ થરા શિહોરી, ભાભર તેમજ ભીલડી પોલીસ સ્ટાફ દ્વારા ચુસ્ત બંદોબસ્ત સાથે દબાણો ખુલ્લા કરાયા હતા.

Download Our B K News Today App



Related News