ધાનેરાના કોટડા ગામે ગૌચરના દબાણો દૂર કરાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-01-09 11:44:44
  • Views : 476
  • Modified Date : 2020-01-09 11:44:44

ધાનેરા તાલુકાના કોટડા(ધા) ગામે ગૌચરમાં થયેલા દબાણો બાબતે અરજી થવા પામી હતી અને તે મેટર હાઇકોર્ટમાં જતા નામદાર
હાઇકોર્ટ દ્વારા આ દબાણો હટાવીને આવનાર તારીખે
રીપોર્ટ કરવા સૂચન કરતાં તાલુકા પંચાયતની ટીમ દ્વારા ૪૮ જેટલા દબાણો હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.
ધાનેરા તાલુકામાં કેટલાંય ગામડાઓમાં મોટા પ્રમાણમાં દબાણો થવા પામ્યા છે અને તે દબાણો બાબતે તાલુકા
પંચાયતને અવારનવાર રજૂઆતો કરવામાં આવેલ હોવા છતાં દબાણો દૂર કરવામાં આવતા ન હોવાથી ધાનેરા તાલુકાના કોટડા(ધા) ગામના દબાણ બાબતે નામદાર
હાઇકોર્ટમાં મામલો જતા નામદાર હાઇકોર્ટ દ્વારા ગ્રામ
પંચાયત તેમજ તાલુકા
પંચાયતને તાલીક કરી હતી કે ૧૪ જાન્યુઆરી ૨૦૨૦ સુધીમાં કોટડા(ધા) ગામના તમામ ગૌચરના દબાણો હટાવીને
રીપોર્ટ કરવા જણાવતા તાલુકા વિકાસ અધિકારીએ પોતાની ટીમ સાથે દબાણનો કાર્યક્રમ બનાવીને પોલીસ બંદોબસ્ત સાથે બુધવારે કોટડા ગામે પહોંચ્યા હતા અને ગ્રામ પંચાયતના સરપંચ તેમજ અન્ય સભ્યોને સાથે રાખીને દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી હતી. જેમાં પ્રથમ દિવસે દબાણનું સર્વે કરીને દબાણ હટાવવાની શરૂઆત કરતા ૪૮ પૈકીના મોટા ભાગના દબાણો હટાવવામાં આવ્યા હતા અને આજે પણ બાકીના દબાણો હટાવવાવી કામગીરી ચાલુ રાખવામાં આવનાર છે. આ અંગે તાલુકા પંચાયતના વિસ્તરણ અધિકારી રમેશભાઇ ઠક્કરે જણાવેલ કે કાયદેસર રીતે તમામ જે દબાણો છે તેનુ પાલનપુર ડી.એલ.આર. ઓફિસના સર્વેયર સુરેશભાઇ પ્રજાપતિ તેમજ અમારી ટીમના તલાટીઓને સાથે રાખીને લાઇન દોરીથી આ તમામ દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે.  જેમાં ક્યાંય વ્હાલા દવાલાની નીતિ રાખવામાં આવશે નહી. આ દબાણ હટાવવામાં તાલુકા વિકાસ અધિકારી ગીતાબેન ઠાકોર ખુદ હાજર રહ્યા હતા.

Download Our B K News Today App



Related News