અંબાજી ગ્રામ પંચાયત તરફથી નડતર રૂપ દબાણ દૂર કરાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-29 12:06:56
  • Views : 448
  • Modified Date : 2019-08-29 12:06:56

શક્તિ, ભક્તિ, આસ્થા, શ્રદ્ધા અને ભાવનો સંગમ એટલે જગ વિખ્યાત ધામ અંબાજી, હાલ અંબાજી તરફ જઇએે તો
પહાડો પર કુદરતી સૌંદર્ય સોળે કળાયે ખીલી ઉઠ્‌યું છે. અરવલ્લીના પહાડોમાં આવનારા દિવસોમાં  "બોલ મારી અંબે જય જય અંબે" નો નાદ સાંભળવા મળશે. ત્યારે ભાદરવી મહામેળા શરૂ થવાના આગોતરા આયોજનની કામગીરી હાલ પૂર્ણતાના આરે છે ત્યારે આજે પ્રસિદ્ધ ધામ અંબાજી ખાતેના બજારોમાં અંબાજી ગ્રામ પંચાયત તરફથી નડતર રૂપ દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આજે ૧૧ વાગે અંબાજી ગ્રામ પંચાયત અને અંબાજી પોલીસના સહયોગથી  અંબાજીના નડતર રૂપ દબાણો જેવા કે પાટ, લારી અને છજા જેવા બહાર રહેલા દબાણો હટાવી માર્ગ ખુલ્લા કરવામાં આવ્યા હતા. કોઈજ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો.
ભાદરવી મહામેળાના ભાગ રૂપે માર્ગ ઉપરના નાના નાના દબાણો અંબાજી ગ્રામ પંચાયત તરફથી દૂર કરવાની કામગીરી ખોડી વડલી સર્કલથી જુના બજાર થઇ હાઇવે માર્ગ ઉપરના નાના નાના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. અંબાજી ગ્રામ પંચાયતના સેક્રેટરી અને સ્ટાફ દ્વારા  પોલીસના કાફલા સાથે દબાણો દૂર કરાયા હતા અને માર્ગો ખુલ્લા કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવા માટે અંબાજી ગ્રામ પંચાયત તરફથી ૫ દિવસ અગાઉ જાહેરાત કરાઈ હતી. આમ હવે આ માર્ગો ઉપરથી માઈ ભક્તો આસાનીથી ચાલી શકશે. આવનારા સમયમાં ૭ દિવસ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભ ૭ સપ્ટેમ્બરથી ૧૪ સપ્ટેમ્બર સુધી ચાલશે. ત્યારે આ મેળામાં અંદાજે ૩૦ થી ૩૨ લાખ ભક્તો આવવાનો અંદાજ સેવાઈ રહ્યો છે. આજે અંબાજી ગ્રામ પંચાયતના સેક્રેટરી વી. ડી. જોષી, સરપંચ કલ્પનાબેન પટેલ, મખનસિંહ ચૌહાણ અને ઘનશ્યામભાઈ લીમબાચિયા સાથ અંબાજી પી.આઇ.કે.એસ. ચૌધરી હાજર રહ્યા હતા.

Download Our B K News Today App



Related News