ગઠામણ ગામમાં દબાણો દૂર કરાતા દબાણદારોમાં દોડધામ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-11 11:11:19
  • Views : 623
  • Modified Date : 2020-07-11 11:11:19

ગઠામણ ગામમાં વિવાદિત દબાણો આખરે તોડી પાડવા માટે તંત્ર દ્વારા તૈયારી કરી દેવામાં આવી છે. બે દિવસ દબાણ ઝુંબેશ યોજીને ગામના નડતરરૂપ ૧૨૫ જેટલા દબાણો દૂર કરવા તંત્ર સજ્જ બની છે, જેને લઇ ગામના દબાણકારોમાં દોડધામ મચી જવા પામી છે.
પાલનપુર તાલુકાના ગઠામણ ગામમાં જાહેર રસ્તાની નડતરરૂપમાં આવેલા દબાણો દૂર કરવા માટે ગામના એક
અરજદાર દ્વારા ૨૦૧૪ માં હાઇકોર્ટમાં રિટ દાખલ કરવામાં આવી હતી. જેને લઇ વર્ષ ૨૦૧૯ માં દબાણો દૂર કરવા માટે આદેશ કર્યો હતો. પરંતુ સ્થાનિક તંત્ર દ્વારા દબાણ દૂર કરવામાં ન આવતા અરજદારો દ્વારા ફરી કોર્ટના દ્વાર ખખડાવવામાં આવ્યા હતા. જેથી ગઠામણ ગામમાં આવેલ દબાણ દૂર કરવા માટે કડક આદેશ કરાતા પાલનપુર તાલુકા પંચાયત તંત્ર દ્વારા ગઠામણ ગામના દબાણ શોધી  કાઢવા જુદી જુદી ૬ ગ્રામ પંચાયતના તલાટીઓને સંમતિ આપવામાં આવી હતી.
આ તપાસમાં દબાણોનો તાગ મેળવીને તાલુકા
પંચાયતમાં દબાણ અંગેનો અહેવાલ રજૂ કર્યો હતો. જેને લઇ ગ્રામપંચાયત દ્વારા સ્વૈચ્છિક દબાણો દૂર કરવાની નોટિસો અપાઇ હતી અને તાલુકા
પંચાયત પાલનપુર દ્વારા ગઠામણના નડતરરૂપ ૧૨૫ દબાણોને દૂર કરવા માટે તજવીજ હાથ ધરાઇ હતી. દબાણ દૂર કરવાનું કામકાજ ચાલુ કરતા જ ગામના દબાણકારોમાં દોડધામ મચી ગઇ હતી.

Download Our B K News Today App



Related News