ડીસા શહેરનો ડીપી રોડ ખોવાયો છે શહેરના વિકાસને રૂંધનાર દબાણદારો સામે પગલાં કયારે ભરાશે ?

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-15 10:48:02
  • Views : 507
  • Modified Date : 2021-04-15 10:48:02

ડીસા શહેર કુદકે ને ભૂસકે વધી રહ્યું છે. શહેરના વિકાસ સાથે સાથે સરકાર દ્વારા અને નગર નિયોજક દ્વારા વાવંવાર શહેરનો વિકાસ નકશો બનાવવામાં આવે છે. ડીસા શહેરની કિંમતી જમીનો ઉપર દબાણદારોનો ડોળો હંમેશા જાેવા મળે છે.
થોડા સમય પહેલાં વિકાસ નકશાના વિવાદ બાદ નવેસરથી મંજુર કરાયો છે. જુના તેમજ નવા તમામ વિકાસ નકશામાં સીટી સર્વે નં. ૪૭૯૯/ક જુનો રેવન્યુ સર્વે નં. ૪૮  સાથે સાથે આખો ડીપી રોડ શહેરના માલેતુજારોએ દબાવ્યો છે. કરોડોની કિંમત વાળી આ જગ્યાઓના દબાણ માટે કરીને અગાઉ પર સરકાર અને નગરપાલિકા તેમજ સીટી સર્વેમાં
જાગૃત નાગરિક અજયભાઈ બાબુલાલ માળીએ રજૂઆત કરી હતી. સીટી સર્વે નં. ૪૭૯૯/ક જુનો રેવન્યુ સર્વે નં. ૪૮ અગાઉ પણ સેકડાબાર જઈને એનએ કરવામાં આવતા વિવાદ થયો હતો. પરંતુ ભ્રષ્ટાચારથી ખદબદેલી રેવન્યુ એજન્સીઓએ જિલ્લા સર્વેરર અને કલેકટર કચેરીના કેટલાંકના મેળાપણાથી આ જગ્યા એનએ કરવામાં આવી. સીટી સર્વે નં. ૪૭૯૯/ક જુનો રેવન્યુ સર્વે નં. ૪૮  પ્લોટ નં. ૮૧ થી ૮૭ ને અડીને પસાર થતો ડીપી  સીટી મુજબ ડીપી ૨૪ મીટરનો બતાવવામાં આવે છે. પરંતુ સ્થળ ઉપર માત્ર ૩૦ ફૂટનો રોડ નગરપાલિકાએ
બનાવ્યો છે. જ્યારે આગળના પ્લોટ ૧ થી ૨૧ વાળાએ તો સંપૂર્ણ રીતે આ રસ્તો દબાણ કરીને બંધ કરી નાંખ્યો છે.
ડીસા શહેરની ટ્રાફિક સમસ્યાને જાેતા જાે
આ ડીપી રોડ ખોલવામાં આવે તો ડાયમંડ સોસાયટીથી લઈને ચાહત બંગ્લોઝની બાજુથી લઈ ઉભો રોડ ખુલ્લો થાય. જેના કારણે
સોસાયટીઓના આંતરિક અને અન્ય ટ્રાફિક ડાયવર્ટ થઈ શકે. આ વિસ્તારોમાં બે શાળાઓ પણ આવેલી છે. આ શાળાઓમાં અવર-જવર કરતાં બાળકો પણ ભવિષ્યમાં આ રસ્તાનો ઉપયોગ કરી શખે. આ બાબતે ડીસા નગરપાલિકા ચિફ ઓફિસર ઉપેન્દ્ર ગઢવીને પૂછતાં જણાવ્યું હતું કે મારી પાસે હજુ સુધી આ રજૂઆત આવી નથી. આવશે એટલે નગરપાલિકાની જવાબદારી થતી હશે તો ચોક્કસ કાયદા મુજબની કાર્યવાહી કરવામાં આવશે.

શહેરનો વિકાસ નકશો માત્ર કાગળ ઉપર
ડીસા નગરપાલિકા સમયાંતરે શહેરના વિકાસ નકશાને મંજુર કરાવે છે. થોડા સમય પહેલાં આવો જ મંજુર કરાયેલ નકશો વિવાદમાં આવતા ફરીથી રિવાઈઝ કરી મંજુર કરવાનું કાર્ય થયું. પરંતુ વિકાસ નકશા મુજબ શહેરના ડીપી અને ટીપી રોડ તેમજ એનએ થયેલી જગ્યાઓમાં શું સરકારના નિતી નિયમોનું પાલન થાય છે. આ પાલન કરાવવાની જવાબદારી કોની ? નગરપાલિકાની ? સીટી સર્વેની  ? પ્રાંતની કે કલેકટરની ?

Download Our B K News Today App



Related News