પાટણ પાલિકા દ્વારા દબાણ હટાવોનું રોજ ભજવાય છે ફારસ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-09 11:45:44
  • Views : 430
  • Modified Date : 2019-07-09 11:45:44

 પાટણ શહેરમાં નગર
પાલિકા દ્વારા  લારી ગલ્લાના દબાણો હટાવવાની કામગીરી અવાર નવાર હાથ ધરવામાં આવે છે. પરંતુ  આ દબાણ હટાવાનું કાર્ય નાટકીય હોય તેવું પ્રતિત  થઇ રહ્યું છે. અવાર નવાર થોભો અને રાહ જુઓની નીતિએ નગર
પાલિકાના વહીવટકર્તાઓ  માત્રને માત્ર મરજી પડે ત્યારે  હાક મારી  દબાણ હટાવાનું  તરખટ કરતા જોવા મળી રહ્યા છે. તેમની  હાક કે ધાકની કોઈ નક્કર અસર ન થતી હોય તેમ ફરી પાછી યથાવત સ્થિતિ જોવા મળે છે. ત્યારે પાટણ નગરપાલિકા દ્વારા ગતરોજ શહેરના મુખ્ય માર્ગો ઉપર દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અને નગરપાલિકાની ટીમ ગયા બાદ આ લારી ગલ્લા
પોતાની યથાસ્થાને ગોઠવાઈ ગયા હતા. જેને લઈ આ કામગીરી નાટકીય લાગી હતી. તો રોજી રોટી કમાવવા સારું ઠેર ઠેર  લારી ગલ્લા દ્વારા ધંધો કરતા નાના વેપારીઓ, પાથરણા વાળાઓને માટે નગરપાલિકાએ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તેવો નાના વેપારીઓમાં સુર ઉઠવા પામ્યો છે.

Download Our B K News Today App



Related News