જુનાડીસા હાઈવે પર આવેલી સરકારી જમીન પરથી દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-13 11:04:24
  • Views : 375
  • Modified Date : 2021-03-13 11:04:24

કલેકટરના આદેશથી તાત્કાલિક ધોરણે જુનાડીસા હાઈવે પર સરકારી જમીન પર કરવામાં આવેલી દબાણને હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
જુનાડીસા જમીન પાસે આવેલા સરવે નંબર ૯૬૬ ની
પાસે સરકારી જમીન પર ભૂમાફિયાઓ દ્વારા દબાણ કરવામાં આવેલું હતું જે દબાણની જાણ પાસે આવેલી માલિકીની જમીન ના માલિક સંજીવભાઈ પઢીયારને થતાં સરકારમાં તેની જાણ કરી હતી ત્યારબાદ કલેક્ટર સંદીપ સાંગલે દ્વારા તારીખ ૧૮-૯-૨૦૨૦ ના રોજ આ દબાણ દૂર કરવા માટે હુકમ કર્યો હતો. ત્યારે પંચનામું કરવામાં આવ્યું હતું પરંતુ દબાણ હટાવવામાં આવ્યું નતું. ત્યાર બાદ તારીખ ૧૮-૧-૨૦૨૧ સુધી આ દબાણ હટાવવા માટે કોઈપણ કામગીરી હાથ ધરવામાં આવી નથી જેની જાણ સંજયભાઈ પઢીયારને થતા ફરીથી સરકાર પાસે રજૂઆત કરી કલેકટર આનંદ પટેલ દ્વારા ફરીથી ૧૮-૧-૨૧ના રોજ આ જમીન પર દબાણ હટાવવા માટે હુકમ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ કલેકટરના સીધા હુકમથી જુનાડીસા સરપંચ દ્વારા આ દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જાેકે આ સર્વેની પાસે ઘણી બધી સરકારી જમીન પર ભૂમાફિયાઓ દ્વારા દબાણ કરવામાં આવેલું છે તો સરકાર આ દબાણો ક્યારે દૂર કરશે એ પણ સવાલ ઊભો થાય છે!
સરકાર  દ્વારા આ દબાણો હટાવવામાં આવ્યા પરંતુ આ દબાણ ખોરો જે સરકારી જમીન પર અવાર નવાર કબજાે જમાવીને બેસી જાય છે એ કોણ છે તે હજી સામે આવ્યું નથી. શું સરકાર આવા દબાણખોરોની તાપસ કરીને તેમની સામે કોઈ પગલાં  ભરશે ખરી ? જાે આવા ભૂમાફિયાઓ સરકાર દ્વારા બહાર પાડવામાં આવે તો બીજે ક્યાંય પણ આવા લોકો દ્વારા સરકારી જમીન પર દબાણ કરવામાં આવ્યું હો તો તેને દૂર કરવામાં મદદરૂપ થઈ શકાય.  આ જુનાડીસા વિસ્તારના સર્વેની વાત કરવામાં આવે તો અંદાજિત ૨૯૦૦ વીઘા અને ૧૬ ગુઠા જેટલું દબાણ સરકારી જમીન પર જાેવા મળે છે.
અગાઉ પણ આ સર્વેની
પાસેની જમીન અમુક દલાલોએ તેમજ ભૂમાફિયાઓ એ
ગેરકાયદેસર રસ્તા બતાવી ભોળા લોકોને સસ્તી જમીન કહીને વેચી છેતરપિંડી આચરી હતી. એ જગ્યા જમીનના ભાવ વધુ ચાલે છે.જ્યારે તેનાથી અડધી કિંમતમાં જગ્યા આપવાનું કહી લોકો સાથે પણ જમીન વેચીને છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું હતું. આ ઉપરાંત આ જગ્યા પર કાયદેસર રીતે નકશામાં એક જ રસ્તો પાસ થયેલ છે પરંતુ સ્થળ ઉપર ખોટા રસ્તા બતાવી લોકોને ખોટી રીતે જમીન વેચીને પૈસા પડાવી રહ્યા છે.
અગાઉ પણ આ ગામના અને આ વિસ્તારના લોકો નાયબ મુખ્યમંત્રી પાસે બીજા રસ્તાની માંગણી માટે ગયેલ હતા. પરંતુ  નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે જ્યારે નકશો મંગાવીને તપાસ કરી હતી તો ત્યાં બીજાે કોઈપણ રસ્તો નીકળે તેવી શકયતા દેખાતી ન હતી. માટે નાયબ મુખ્યમંત્રીએ બીજા કોઈપણ રસ્તા માટેની
પરવાનગી આપી ન હતી.

Download Our B K News Today App



Related News