ધાનેરાના બાપલા ગામે દબાણ હટાવાતા પથ્થરમારો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-18 10:59:45
  • Views : 309
  • Modified Date : 2021-03-18 10:59:45

ધાનેરા તાલુકાના બાપલા ગામે બુધવારે તંત્ર દ્વારા દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ૧૧ જેટલા નાના મોટા દબાણ હટાવવામાં આવ્યા હતા. જ્યારે ગામના વચ્ચે આવેલા સોથી મોટું દબાણ હટાવવા જતા
પથ્થર ફેંકવામાં આવતા કામ બંધ કરાયું હતું.  પ્રાપ્ત અધિકારી આવતા સાત દિવસની મુદ્દત આપતા આ મામલો બંધ રહ્યો હતો. જ્યારે બીજી તરફ એક ગરીબને બેઘર કરતા તંત્ર સામે લોકોએ ફિટકાર પણ વરસાવ્યો હતો.
ધાનેરાના બાપલા ગામે ૧૩ દબાણો સર્વે કરવામાં આવ્યા હતા અને તે દબાણો હટાવવા મંગળવારે ગ્રામ પંચાયતની ટીમ, તાલુકા પંચાયતની ટીમ સરવેયર સાથે સવારે ૧૦ કલાકે બાપલા ખાતે હાજર થઈ હતી અને પોલીસની ટીમ આવતા આ દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવતા આ દબાણ હટાવાની કામગીરી જાેવા મોટા પ્રમાણમાં લોકો પણ ઉમાટી પડ્યા હતા. અને બપોર સુધીમાં ૧૧ દબાણો હટાવી દીધા હતા અને ત્યાર પછી ગામની વચ્ચે આવેલા ગોસ્વામી પરિવારના દબાણ હટાવવા જતા ત્યાં બેઠેલા સાધુ અને ગોસ્વામી સમાજના લોકો દ્વારા દબાણ હટાવવાની સામે આવી ગયા હતા અને પથ્થર મારો કરતા દબાણ હટાવવાની કામગીરી બંધ કરવામાં આવી હતી. આ બાબતે પ્રાંત અધિકારી તથા મામલતદારને જાણ કરતા તેઓ બાપલા આવ્યા હતા અને ત્યાં લોકોએ રજૂઆતો કરતા આ દબાણ સાત દિવસ માટે સ્થગીત કરવામાં આવ્યુ હતું. જેથી બે દબાણો બાકી રહ્યા હતા.

Download Our B K News Today App



Related News