જુનાડીસાની સરકારી જમીન માં થયેલુ દબાણ દૂર કરવા રજૂઆત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-07 10:46:39
  • Views : 293
  • Modified Date : 2021-03-07 10:46:39

ડીસા તાલુકાના જુનાડીસામાં સરકારી જમીનમાં દબાણ થયું હોવાની ડીસાના એક અરજદારે તંત્રને રજૂઆત કરી હતી. જેના પગલે જિલ્લા કલેક્ટરે આ અંગે કાર્યવાહી કરીને ડીસા મામલતદાર (ગ્રામ્ય)ને અહેવાલ મોકલી આપવા જણાવ્યું છે.
આ અંગેની વિગત એવી છે કે, ડીસા તાલુકાના જૂનાડીસાના સરવે નંબર ૯૬૬ ને અડીને આવેલ સર્વે નંબર ૯૬૩ ની જમીન ગ્રામ પંચાયતના હેડે ચાલે છે. જ્યાં અરજદાર સંજયકુમાર ત્રિભોવનદાસ પઢિયારની જમીનને અડીને કોઈ ઇસમે થુવરની વાડ કરી છે. અને રસ્તા અને કાંટા નાખીને અડચણ ઉભી કરી છે. જે અંગે અગાઉ ડીસા  મામલતદાર (ગ્રામ્ય)ને રજૂઆત કરવામાં આવી હતી. જ્યારે જિલ્લા કલેકટરને પણ રજૂઆત કરવામાં આવી હતી. જેના
પગલે જિલ્લા કલેક્ટરે ડીસાના મામલતદાર (ગ્રામ્ય)ને દબાણ અંગેની કાર્યવાહી કરીને તેનો અહેવાલ મોકલી આપવા જણાવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે કેટલાક સમયથી સરકારી જમીન ઉપર અડચણ કે દબાણ કરીને ગેરકાયદેસર કબજાે કરનારા તત્વો સામે તંત્ર  દ્વારા કાર્યવાહી કરાઈ રહી છે.

Download Our B K News Today App



Related News