પૂર્વ મધ્ય અરબી સમુદ્ર પર ચક્રવાતી તોફાન ‘બિપરજોય’નું સંકટ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-06-13 15:57:55
  • Views : 119
  • Modified Date : 2023-06-13 15:57:55

ગુજરાત પર ‘બિપરજોય’ વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. 14મીએ સાંજે માંડવી-જખૌ બંદર નજીક લેન્ડફોલ થવાની આગાહી છે. ત્યારે ભારતીય રેલ્વેએ સુરક્ષા સુનિશ્ચિત કરવા અને ચક્રવાતની અસર ઘટાડવા માટે વિવિધ પગલાં અમલમાં મૂક્યા છે.IMDના તાજેતરના બુલેટિન મુજબ, પૂર્વ મધ્ય અરબી સમુદ્ર પર અત્યંત તીવ્ર ચક્રવાતી વાવાઝોડું ‘બિપરજોય’ આગળ વધી રહ્યું છે અને તે સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારોને અસર કરી શકે છે. આગામી 4 દિવસ માટે ચક્રવાત ‘બિપરજોય’ની આગાહી સમગ્ર સૌરાષ્ટ્ર વિસ્તારમાં કરવામાં આવી છે. વાવાઝોડાની સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોને અસર થવાની આશંકા છે. સંવેદનશીલ વિભાગોમાં ભાવનગર, મહુવા, વેરાવળથી પોરબંદર વિસ્તાર, ઓખાથી હાપા અને ગાંધીધામ વિસ્તારનો સમાવેશ થાય છે.14મીએ સાંજે માંડવી-જખૌ બંદર નજીક લેન્ડફોલ થવાની આગાહી છે. ત્યારે ભારતીય રેલ્વેએ સુરક્ષા સુનિશ્ચિત કરવા અને ચક્રવાતની અસર ઘટાડવા માટે આ મુજબના પગલાં અમલમાં મૂક્યા છે.ઝોનલ રેલવે હેડક્વાર્ટર ખાતે ડિઝાસ્ટર મેનેજમેન્ટ રૂમનું સક્રિયકરણ અને વિવિધ વિભાગો દ્વારા રાઉન્ડ-ધ-ક્લોક મોનીટરીંગ. ભાવનગર, રાજકોટ, અમદાવાદ અને ગાંધીધામમાં ડિવિઝન હેડક્વાર્ટર ખાતે ઈમરજન્સી કંટ્રોલ રૂમની કામગીરી. બહુવિધ સ્થળોએ પવનની ગતિનું નિયમિત દેખરેખ અને જો પવનનો વેગ 50 કિમી પ્રતિ કલાકથી વધુ હોય તો ટ્રેનોને નિયંત્રિત કરવા અથવા રોકવા માટેની સૂચનાઓ. સ્ટેશનો પર એનિમોમીટર લગાવવામાં આવ્યા છે અને પ્રતિ કલાકના આધારે પવનની ગતિનું રીડિંગ લેવામાં આવી રહ્યું છે.a.પાણી અને ખાદ્ય સામગ્રીના પૂરતા સ્ટોક સાથે કેટરિંગ સ્ટોલ ચક્રવાતને અસર કરતા સમયગાળા દરમિયાન ખુલ્લા રહેશે. b. મુસાફરોને ચેતવણી આપવા માટે ચક્રવાતની સ્થિતિ અંગે નિયમિત જાહેરાત કરવામાં આવશે. c. ચક્રવાતની સંભાવનાવાળા વિસ્તારોમાં વિવિધ સ્ટેશનો પર હેલ્પ ડેસ્ક ખોલવામાં આવશે. d. જરૂરિયાતના કિસ્સામાં મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાને ખસેડવા માટે રાજ્ય પરિવહન સેવાઓ સાથે જોડાણ કરાશે.

Download Our B K News Today App



Related News