મુંબઈના સમુદ્રમાં બાર્જ P305 જહાજનાં ડૂબ્યા પછી 14 મૃતદેહો મળ્યાં; 184 લોકોનો બચાવ કરાયો, 75ની તપાસ હાથ ધરાઈ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-19 13:24:37
  • Views : 295
  • Modified Date : 2021-05-19 13:24:37

    ચક્રવાતી તોફાન તાઉ-તેએ ગુજરાતમાંથી વિદાય લઈ લીધી છે અને આગળ વધી ગયું છે. પરંતુ આની પહેલા તાઉ-તેએ મુંબઈ સહિત મહારાષ્ટ્રના તટપ્રદેશોને ભારે નુકસાન પહોંચાડ્યું છે. આ ચક્રવાત દરમિયાન મુંબઈના સમુદ્રમાં ફસાયા છે. આ જાહાજોમાં કુલ 713 લોકો સવાર હતા. જેમાંથી ONGCનું બાર્જ P305 ડૂબી ગયું હતું, જેમાંથી ONGCનું એક બાર્જ P305 ડૂબી ગયું હતું, જેમાં સવાર 75થી વધુ લોકો લાપતા છે. નેવીએ જણાવ્યું હતું કે અત્યારસુધી 14 મૃતદેહોને શોધી કાઢવામાં આવ્યા છે અને આ જહાજમાં સવાર 184 લોકોનો બચાવ પણ કરવામાં આવ્યો છે. બાર્જ 305 સિવાય ગાલ કન્સ્ટ્રક્ટર પર 137 લોકો ફસાયેલા છે, આ તમામ લોકોનો બચાવ કરવામાં આવ્યો છે. બાર્જ SS-3 પર 202 અને સાગર ભૂષણ પર 101 લોકો ફસાયેલા હતા.

    મુંબઈથી 175 કિમી દૂર હીરા ફિલ્ડ્સમાં બાર્જ P305 પર રેસ્ક્યૂની કામગીરી સોમવારે સાંજે 5 વાગ્યાથી શરૂ કરી દેવામાં આવી છે. આના પર સૌથી વધુ 273 લોકો સવાર હતા. જેમાંથી લોકોનો બચાવ કરવા માટે INS કોલકાતા અને INS કોચ્ચિ કાર્યરત છે. ડિફેન્સના પ્રવક્તા કમાન્ડર મેહુલ કાર્ણિકે જણાવ્યું હતું કે 'P305થી 180 લોકોને બચાવી લેવાયા છે. સોમવારે રાતે 7 વાગ્યે આ જહાજ ડૂબી ગયું હતું. અમે બીજા લોકોની તપાસ હાથ ધરી છે.'GAL કન્સ્ટ્રક્ટર જહાજમાં સવાર 137 લોકોનો મંગળવારે સાંજે બચાવ કરવામાં આવ્યો હતો. ડિફેન્સ પ્રવક્તાએ જણાવ્યું હતું કે GAL કન્સ્ટ્રક્ટર, કોલાવા પોઈન્ટથી 48 નૉટિકલ માઈલ ઉત્તર તરફ અને ફસાયેલું જહાજ એટલે કે SS-3 તથા સાગર ભૂષણ પર સલાર તમામ લોકો સુરક્ષિત છે. SS-3 પર સવાર 202 લોકોને હજુ પણ જહાજમાં રાખવામાં આવ્યા છે. વળીં સાગર ભૂષણના તમામ 101 લોકોનો બચાવ કરવામાં આવ્યો છે.

    સોમવારે બપોરથી શરૂ થયેલા રેસ્ક્યૂ ઓપરેશનમાં નૌસેના અને તટરક્ષક દળનાં 10 જહાજોએ ભાગ લીધો હતો. INS શિકારાનાં કેપ્ટન ડીએસ પુરોહિતે કહ્યું હતું કે મંગળવારે વાતાવરણ સ્વચ્છ થશે એવા 2 વિમાન અને 4 હેલિકોપ્ટર પણ તપાસ અભિયાનમાં જોડાઈ જશે. એક ઇમર્જન્સી શિપને પણ રેસ્ક્યૂમાં લગાવવામાં આવી છે. તાઉ-તે વચ્ચે સમુદ્રમાં ફસાયેલી 3 હોડીઓ પરથી 29 લોકોને મંગળવારે આવો જેટી પાસેથી રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા. આ રેસ્ક્યૂમાં મુંબઈ પોલીસ, CISF અને માઝગાવ ડૉક શિપબિલ્ડર્સ જોડાયા હતા. વળી મુંબઈ કિનારા પાસે માર્ગ પરથી ભટકી ગયેલા 2 તેલના ટેન્કર ભરેલા જહાજને પણ કિનારે સુરક્ષિત લગાવી દેવાયા હતા.


Download Our B K News Today App



Related News