વલસાડમાં વાવાઝોડાની અસર, વાતાવરણમાં પલટો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-06-12 14:00:03
  • Views : 109
  • Modified Date : 2023-06-12 14:00:03

અરબી સમુદ્રમાં સર્જાયેલું બિપરજોય વાવાઝોડુહવે સીવિયર સાયક્લોનિક સ્ટ્રોમ બન્યું છે અને વાવાઝોડાએ ફરી પોતાની દિશા બદલી છે. જેના પગલે આજે સવારથી જ વલસાડમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. વાવાઝોડાના કારણે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. જેના કારણે જિલ્લાના અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ વરસ્યો છે.તો બીજી તરફ હવામાન વિભાગ દ્વારા આગામી દિવસમાં ભારે પવન સાથે વરસાદ ખાબકી શકે તેવી આગાહી કરવામાં આવી છે. આગામી દિવસોમાં 125થી 135 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાશે. જેના પગલે 14 અને 15 જૂને મુશળધાર વરસાદ વરસે તેવી આગાહી કરવામાં આવી છે. સૌથી વધુ કચ્છ, દ્વારકા, જામનગર, મોરબીમાં ધોધમાર વરસાદ વરસવાની સંભાવના છે. તો પોરબંદર, રાજકોટ, જૂનાગઢમાં પણ અતિભારે વરસાદ વરસવાની સંભાવના છે. 15 જૂનની બપોરે ટકરાઈ શકે તેવી સંભાવના છે.

 

Download Our B K News Today App



Related News