પ્રતિ કલાક 10 કિમીની ઝડપે ગુજરાત તરફ વધી રહ્યુ છે Cyclone Biparjoy.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-06-13 15:26:32
  • Views : 115
  • Modified Date : 2023-06-13 15:26:32

પૂર્વ મધ્ય અરબી સમુદ્રમાં બિપોરજોય વાવાઝોડું આગેકૂચ કરી રહ્યુ છે. વાવાઝોડું પ્રતિ કલાક 10 કિમીની ઝડપે ગુજરાત તરફ વધતું જઇ રહ્યુ છે. વાવાઝોડું પોરબંદરથી 290 કિમી દૂર છે. જેના પગલે કચ્છ અને સૌરાષ્ટ્ર માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. તો આવતી કાલ રાતથી સાયકલોન વધુ આક્રમક બનવાની સંભાવના છે. 15 જૂને માંડવીથી કરાચી વચ્ચે આ વાવાઝોડું ટકરાશે. જખૌથી 125થી 135 પ્રતિ કલાકની ગતિથી તે પસાર થશે.હવે વાવાઝોડું પોરબંદરના બદલે દ્વારકાથી નજીક છે. વાવાઝોડું દ્વારકાથી 280 કિમિ દૂર છે.  14મીની સવાર સુધી તે લગભગ ઉત્તર તરફ આગળ વધે પછી ઉત્તર-ઉત્તર-પૂર્વ તરફ આગળ વધશે. 15મી જૂનની સાંજ સુધીમાં માંડવી (ગુજરાત) અને કરાચી (પાકિસ્તાન) વચ્ચે માંડવી (ગુજરાત) અને કરાચી (પાકિસ્તાન) વચ્ચેના દરિયાકાંઠાને પાર કરીને 15મી જૂનની સાંજ સુધી માં ઉત્તર-પૂર્વ તરફ આગળ વધે તેવી શક્યતા છેવાવાઝોડાના પગલે ગુજરાત માટે ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, જૂનાગઢ અને મોરબી જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ઘણી જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદ રહેશે. મોટા ભાગના સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ રહેશે. તો કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે.14મી જૂનથી સૌરાષ્ટ્ર અને કચ્છના જૂનાગઢ અને મોરબી જિલ્લામાં અમુક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ પડશે અને વરસાદની તીવ્રતા વધશે. કચ્છ, દેવભૂમિ દ્વારકા અને જામનગરમાં વિવિધ સ્થળોએ અત્યંત ભારે વરસાદ પડવાની સંભાવના છે. પોરબંદર, રાજકોટ, મોરબી અને જુનાગઢ જિલ્લામાં થોડા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ ખાબકશે. ગુજરાત અને છૂટાછવાયાના બાકીના જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. 15મી જૂને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં  વરસાદ થશે.

Download Our B K News Today App



Related News