સિંગલ યૂઝ પ્લાસ્ટિકને દેશવટો આપવાના ઉદ્દેશથી 7 રાજ્યોના 128 સીટી અને 7500 ગામડાનો પ્રવાસ કર્યો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-13 11:13:58
  • Views : 210
  • Modified Date : 2021-03-13 11:13:58

    સાયકલ ચલાવવી એ એક પ્રકારનું ચિકિત્સા વિજ્ઞાન છે. જ્યાં તમે ફિટ એન્ડ ફાઇન તો રહો જ છો સાથોસાથ શરીરને તંદુરસ્ત અને લાંબા સમય માટે નિરોગી બનાવી દો છો. નિયમિત પણે સાઇકલ ચલાવવાથી લોકો ઘણા રોગ થી મુક્ત થાય છે. ત્યારે રાજકોટના આંગણે સિંગલ યૂઝ પ્લાસ્ટિકને દેશવટો અપાવવાના ઉદ્દેશ સાથે સાયકલ પર ભારત ભ્રમણ કરવા નીકળેલા યુવાને રાજકોટમાં આવા પ્લાસ્ટિકનો જોખમી ઉપયોગ અટકાવવા સાઇકલ ચાલવી જનજાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો.

    મૂળ મધ્યપ્રદેશના મુરૈનાનો રહેવાસી બ્રજેશ શર્મા યુરોપની એક ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો એ અંગે વાત કરતા બ્રિજેશ જણાવે છે કે, હું યુરોપમાં
બે વર્ષ રહ્યો. આ સમયે મારા મિત્રએ મને નેશનલ જીઓગ્રાફી પરની એક પોસ્ટ મને શેર કરી હતી. જેમા સીગલ પ્લાસ્ટીકમા એક પક્ષી જકડાયેલુ હતી. જેને જોઈને મને વિચાર આવ્યો કે આતો ફક્ત એક પક્ષી છે, પણ બાકીના સમુદ્રી પ્રાણીઓ, જીવજંતુ, ગાય જેવા પ્રાણીઓનુ શું જે રોજના કચરામાંથી પોતાનુ ખાવાનુ ખાતા હોય છે. તેઓના શરીરમા કેટલુ ઝેર ફેલાતુ હશે. આ વિચારને લઈને મે સાઇકલ યાત્રા યાત્રા શરૂ કરી હતી.બ્રજેશ શર્માએ 2019ની તા.17 નવેમ્બરથી પ્રદૂષણ મુક્ત ભારત અને પ્રાકૃતિક ખેતીને ઉત્તેજનના હેતુ સાથે ભારત યાત્રાએ નીકળેલો છે. આ સાયકલ ટૂર તેણે ગાંધીનગરથી જ આરંભી હતી અને ગુજરાત, રાજસ્થાન, હરિયાણા, દિલ્હી, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ તથા મહારાષ્ટ્રમાં કુલ ૨૫ હજાર કિલોમીટર જેટલી સફર ખેડી એ પછી લોકડાઉન આવી જતાં 4 મહિના મુંબઇ નજીક અટકી પડયો હતો.

    લોડાઉન અંગે વાત કરતા બ્રિજેશ જણાવે છે કે,હું ભારત ભ્રમણ પર નીકળ્યો હતો એ દરમિયાન મુંબઈ પહોંચતા દેશમાં કોરોના વકર્યો માટે દેશમાં લોકડાઉન લાગુ પડી ગયું.લોકડાઉન આવ્યું તેના આગલા દિવસે હું મુંબઈ નજીક આવેલા શાહપુર ગામના જંગલમાં રોકાયો હતો. જ્યાંથી બીજા દિવસે મુંબઈ જવા માટે નિકળ્યો ત્યારે લૉકડાઉન કરી દેવામાં આવ્યુ હતું જેથી હુંફી શાહપુર ગામ પાસે આવેલા જંગલમાં આદિવાસીઓ જોડે 3થી 4 મહિના રોકાયો હતો. જ્યા મને ઘણી બધી વસ્તુઓ શીખવા મળી હતી, જેમા થોડી વસ્તુઓમાં સરળ રીતે જીવન જીવી શકાય છે. અત્યારની લાઈફ સ્ટાઈલ જે જેવી રહ્યા છે તે ફક્ત લોકોને દેખાડો કરવા માટે જીવી રહ્યા છે.

    ગુજરાતના દરિયા કિનારા વિસ્તારોમાં સાયકલ યાત્રા બાકી હોવાથી 7 રાજ્યોના 128 શહેર અને 7500 ગામડાં ખૂંધ્યા બાદ બીજા રાઉન્ડમાં ગુજરાતના કચ્છ, જામનગર પંથકમાં પણ ફર્યાના દાવા સાથે તેણે ઉમેર્યું કે,જોધપુરમાં MBA થયા બાદ પોતે જ્યોર્જિયામાં જોબ કરતો એ છોડીને આ મિશન અપનાવ્યું છે. દોઢ વર્ષમાં કેન્દ્ર - રાજ્યોના નવ મંત્રીઓને મળીને પર્યાવરણ માટે લાભકર્તા નીતિ ઘડવા અનુરોધ કર્યો છે તથા અનેક શાળાઓ, મંદિરોના સંચાલકોએ સિંગલ યૂઝ પ્લાસ્ટિકનો વપરાશ બંધ કરાવ્યો છે. દિલ્હીમાં તો 1500 ફ્લેટની એક સોસાયટી પણ તેની અપીલથી સિંગલ યૂઝ પ્લાસ્ટિક ફ્રી બની છે. રાજકોટમાં પણ તેણે કેટલીક સંસ્થા - સોસાયટીમાં આવા જાગૃતિલક્ષી કાર્યક્રમ આપ્યા હતા અને પ્લાસ્ટિક મુક્ત રાજકોટની દિશામાં નક્કર કદમ લેવાની અપીલ કરી છે.


Download Our B K News Today App



Related News