પતિના નામનું ફેક આઇડી બનાવી અન્ય યુવક સાથે પત્નિના અશ્લીલ ફોટા અપલોડ કરતાં ચકચાર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-03 12:13:49
  • Views : 461
  • Modified Date : 2019-04-03 12:13:49


પાલનપુર તાલુકાના એક ગામમાં રહેતા યુવકનું અજાણ્યા શખ્સે ફેસબુક ઉપર ફેક આઇડી બનાવી તેમાં યુવકની પત્નિ અને અન્ય વ્યકિત સાથેના અશ્લીલ ફોટા વાયરલ કરવાનો સાયબર ક્રાઇમનો કિસ્સો નોંધાતા ચકચાર મચી જવા પામી છે. આ અંગે પાલનપુર તાલુકા
પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે અજાણ્યા શખ્સને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
પાલનપુરપંથકમાં ચકચારી બનેલા કિસ્સાની વિગતો એવી છે કે, પાલનપુર તાલુકાના એક ગામમાં રહેતા વિશ્વાસ (નામ બદલ્યું) છે, નું કોઇ અજાણ્યા શખ્સે ફેક ફેસબુક આઇડી બનાવ્યું હતુ.  તેના ઉપર વિશ્વાસની પત્નિ અને અન્ય વ્યકિતના અશ્લીલ ફોટા
અપલોડ કર્યા હતા. આ અંગેની જાણ થતાં યુવકે પોતાની બદનામી કરનારા અજાણ્યા શખ્સ સામે પાલનપુર તાલુકા
પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે અજાણ્યા શખ્સ સામે
આઈ. પી. સી. ની કલમ તથા આઈ. ટી. એક્ટ કલમ ૬૬ ઈ.ડી. ૬૭ એ મુજબ ગુનો દાખલ કરી સી.પી.આઇ. એન. ડી. અસારી વધુ તપાસ ચલાવી રહ્યા છે.

Download Our B K News Today App



Related News