મે મહિનામાં થશે કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી, સોનિયાએ કહ્યું- ખેડૂતો બાબતે સરકારની અમાનવીયતા ચોંકાવનારી છે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-22 13:59:10
  • Views : 279
  • Modified Date : 2021-01-22 13:59:10

    કોંગ્રેસમાં અધ્યક્ષ પદને લઇને ઘમસાણ વચ્ચે કોંગ્રેસ વરકોંગ કમિટી (CWC)ની બેઠક ચાલી રહી છે. પક્ષના સૂત્રો મુજબ, કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી મે મહીનામાં થઈ શકે છે. વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ચાલી રહેલી CWCની બેઠકની અધ્યક્ષતા પાર્ટીના વડા સોનિયા ગાંધી કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, ખેડુતોના મુદ્દે સરકારે બતાવેલી અમાનવીયતા અને અભિમાન ચોકાવનારું છે.અધ્યક્ષ વિશે વિરોધ થયા પછી CWCની છેલ્લી બેઠકમાં નક્કી થયું હતું કે પાર્ટી સંગઠનની ચૂંટણી કરાવવી જોઈએ. મે 2019માં રાહુલ ગાંધીએ કોંગ્રેસના અધ્યક્ષપદ પરથી રાજીનામું આપ્યા પછી સોનિયા ગાંધી વચગાળાનાં અધ્યક્ષ બન્યાં છે. કોંગ્રેસનેતાના એક ગ્રુપની માગણી છે કે, ફુલ ટાઈમ પ્રેસિડેન્ટ બનાવવામાં આવે અને તે એક્ટિવ પણ હોવા જોઈએ.

    કોંગ્રેસના 23 સિનિયર્સ લીડર્સે ગયા વર્ષે સોનિયા ગાંધીને ચિઠ્ઠી લખીને નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે પાર્ટીમાં ફરી ફેરબદલની જરૂર જણાવી હતી. તે નેતાઓમાં ગુલામનબી આઝાદ, કપિલ સિબ્બલ, આનંદ શર્મા, મનીષ તિવારી, ભૂપિન્દર સિંહ હુડ્ડા, મુકુલ વાસનિક અને પૃથ્વીરાજ ચૌહાણ સામેલ હતા. આ નેતાઓની સાથે સોનિયાએ ગયા મહિને મીટિંગ કરીને દરેક મુદ્દાઓ પર વાત કરી હતી. આ બેઠકમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા પણ હાજર હતાં.


Download Our B K News Today App



Related News