ધાનેરા આરોગ્ય વિભાગ દ્વારા ૪૫ લોકોને કોરાઇન્ટાઇન કરાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-11 11:19:46
  • Views : 812
  • Modified Date : 2020-04-11 11:19:46

કોરોના વાયરસને લઇને સમગ્ર દેશમાં લોકડાઉન કરવામાં આવેલ  છતાં લોકો બહારથી આવતા હોવાના સમાચાર મળતા ધાનેરા આરોગ્ય વિભાગના અધિકારી ડો.પી.એમ.ચૌધરી દ્વારા આવા લોકોની માહિતી મેળવીને શુક્રવારના રોજ વધુ ૪૫ જેટલા લોકોને હોમ કોરોન્ટાઇન કરવામાં આવ્યા છે. આરોગ્યની ટીમ દ્વારા આવા લોકો ઉપર વોચ પણ રાખવામાં આવી હતી છે. જેમાં આસિયા ગામે એક ઇંટવાડાના માલિક દ્વારા પોતાના ઇંટવાડામાં કામ કરવા માટે સમીથી ૩૪ જેટલા મજુરો લાવ્યા હોવાથી અને આરોગ્ય વિભાગને જાણ ન કરતા તેમજ પોલીસને પણ જાણ ન કરતા રામપુરા મોટા પ્રા. આરોગ્ય કેન્દ્રની ટીમના ડો. પાર્થ પટેલ અને તેમની ટીમ આસિયા ગામે પહોંચી તપાસ હાથ ધરી હતી અને પોલીસને જાણ કરતા ધાનેરા પોલીસ દ્વારા આ આસિયા ગામે ઇંટવાડો ચલાવતા રસીદ કરીમભાઇ મુસ્લા રહે. જાડી તા. ધાનેરા વાળા સામે ધાનેરા પોલીસ મથકે એ.એસ.આઇ. ધનરાજભાઇ દ્વારા ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે. તેમજ અન્ય ૬ લોકો ધાનેરાની પ્રગતિનગર સોસાયટીમાં અમદાવાદથી આવેલ હોવાથી તેમને પણ હોમ કોરોન્ટાઇન કરવામાં આવ્યા છે અને ઘરથી જો બહાર આવે તો તેમની સામે પોલીસ ફરિયાદ પણ દાખલ કરવા માટેની ચીમકી પણ આપવામાં આવી છે. આ અંગે તાલુકા આરોગ્ય અધિકારી ડો. પી.એમ.ચૌધરીએ જણાવેલ કે આપણા તાલુકા કે શહેરમાં બહારથી કોઇપણ માણસ આવે તો તાત્કાલિક આરોગ્ય વિભાગનો સંપર્ક કરવો અથવા ધાનેરા ખાતે કન્ટ્રોલ રૂમના ૦૨૭૪૨ ૨૨૨૦૨૪ ઉપર જાણ કરવી.

Download Our B K News Today App



Related News