ગુજરાત કોંગ્રેસમાં પત્તા કાપવા વાળી?

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-06-23 18:14:49
  • Views : 109
  • Modified Date : 2023-06-23 18:14:49

દિલ્લીમાં કોંગ્રેસની બેઠક બાદ આંતરિક વિખવાદ વકર્યો છે. કોંગ્રેસનાં પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે રોષ વ્યક્ત કર્યો છે. કોંગ્રેસની હાર થઈ ત્યારે આત્મમંથનની જરૂર છે. તેમજ લોકોને ગમતા ચહેરાઓને પ્રતિનિધિત્ય આપવું જોઈએ. જો નહિ આપો ત્યાં સુધી પક્ષ સાથે લોકો નહિ જોડાય. મજબૂત લોકોને પાર્ટીમાં સ્થાન ન મળે એવા પ્રયત્નો થઈ રહ્યા છે. મને જનતા પૂછે છે કે ઈમરાન ખેડાવાળાને પ્રતિનિધિ મંડળમાં સ્થાન કેમ નથી. AIMIM ને ગુજરાતમાંથી દૂર કરવાનું કામ અમે કર્યું છે. નવા પ્રમુખે તેમની વિવેક બૃદ્ધિથી કામ કરવાની જરૂર છે. તમામ ધર્મ જ્ઞાતિને કોંગ્રેસમાં પૂરતું મહત્ન આપવું જોઈએ. શક્તિસિંહે કેટલાક લોકોથી દૂર રહેવાની જરૂર છે.છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસનાં જ કાર્યકરો કોંગ્રેસની ધોળ ખોદી રહ્યા છે. ત્યારે વિધાનસભાની ચૂંટણીમાં કારમી હાર બાદ કોંગ્રેસે પ્રદેશ પ્રમુખની નવીન નિમણૂંક કરી. તેમજ નવીન કોંગ્રેસ પ્રમુખની નિમણૂંક બાદ દિલ્હી ખાતે સીનીયર નેતાઓ સાથે મીટીંગ પણ બોલાવવામાં આવી હતી. ત્યારે ગત રોજ ગ્યુસુદ્દીન  શેખ દ્વારા સોશ્યિલ મીડિયા પર પોતાની ભડાશ કાઢી હતી. પક્ષને સમર્પિત થઈ 24 કલાક કામ કરતા કોઈ ચહેરો કેમ દેખાતા નથી?:ગ્યાસુદ્દીન શેખઆજે ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા તેમજ પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ દ્વારા પોતાનાં લેટર પેડ પર શક્તિસિંહને સંબોધીને લખ્યું છે કે ગઈકાલે દિલ્હી હાઈકમાન્ડ સાથેની મીટીંગનાં ફોટાઓ સોશ્યલ મીડિયામાં વાયરલ થયા હતા. જે બાદ અમોને ઘણા લોકોનાં ફોન આવ્યા. ત્યાર પક્ષને સમર્પિત થઈ 24 કલાક કામ કરતા કોઈ ચહેરો કેમ દેખાતા નથી? તેમજ અમોએ કોંગ્રેસ હાઈકમાન્ડને ટ્વીટ દ્વારા ગુજરાતના લાખો કાર્યકર્તાઓના મનની ભાવનાને ઉજાગર કરવાનો પ્રયત્ન કર્યો છે. પરંતું દુઃખ સાથે કહેવું પડે છે કે શિસ્ત બદ્ધ રીતે બંધબારણે કાર્યકર્તાઓનાં  હિતમાં રજૂઆત કરવામાં આવે તેનું કોઈ જ પરિણામ ન દેખાય ત્યારે પક્ષનાં હિતમાં જાહેરમાં પણ કાર્યકર્તાઓની વાતને વાંચા આપવા મજબૂર થવું પડે છે. ચંડાળ ચોકડી બનાવી પ્રદેશ અધ્યક્ષને ગેરમાર્ગે દોરે છેઃ ગ્યાસુદ્દીન શેખતેમજ વધુમાં તેઓએ લખ્યું હતું કે, પક્ષનાં અમુક નેતાઓ ચંડાળ ચોકડી બનાવી પ્રદેશ અધ્યક્ષ અને મોવડી મંડળને ગેરમાર્ગે દોરી રહ્યા છે. ત્યારે 24 કલાક કોંગ્રેસની વિચારધારા મુજબ કામગીરી કરતા સમક્ષ કાર્યકર્તા અને આગેવાનોની અવગણનાં કરી સમાજ અને લોકોમાં એવો મેસેજ પહોંચાડવાની કોશિશ કરે છે છે આપના સમાજનાં આગેવાનનું કોંગ્રેસ પક્ષમાં કોઈ જ મહત્વ નથી. ત્યારે આ મેસેજ ખૂબ જ ગંભીર બાબત છે.  

 

Download Our B K News Today App



Related News