શિહોલીમોટીમાં ઇલેક્ટ્રિકની સર્વિસ બદલવા ચડેલા આધેડનું કરંટ લાગવાથી મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-08 11:26:19
  • Views : 281
  • Modified Date : 2020-12-08 11:26:19

ગાંધીનગર તાલુકાના શિહોલીમોટી ગામની દૂધ મંડળીની જૂની થઇ ગયેલી ઈલેક્ટ્રીકની સર્વિસ બદલવા ચડેલા આધેડનું કરંટ લાગવાથી મોત થઈ ગયું હતું. કરંટ એટલો જાેરદાર હતો કે, આધેડનો જમણો હાથ સુકાઈ ગયો હતો. આ બનાવને લઇને ચિલોડા
પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ શિહોલીમોટી ગામમાં આવેલી દૂધ મંડળીની ઈલેક્ટ્રીકની સર્વિસ તૂટી ગયેલી હાલતમાં જાેવા મળતી હતી. જેને લઇને મંડળીના ચેરમેન દ્વારા ચિલોડામાં આવેલી જી.ઇ.બી.ની ઓફિસમાં રજૂઆત કરી હતી. જેને લઇને ત્રણ દિવસ પહેલાંથી જી.ઇ.બી.ના કર્મચારી નવી સર્વિસ આપી ગયા હતા પરંતુ લગાવી ન હતી. ત્યારે ગામમાં જ રહેતા આશરે ૪૯ વર્ષીય ધોળાજી માધાજી ઠાકોર નાનું-મોટું ઈલેક્ટ્રીકનું કામ કરીને
પોતાનું ગુજરાન ચલાવી રહ્યા હતા. ત્યારે  સોમવારે આશરે ૧૦ વાગ્યાના અરસામાં દૂધ મંડળીની સામે જીઇબીના થાંભલા ઉપર જુની થઈ ગયેલી સર્વિસ બદલવા માટે ચડ્યા હતા.
થાંભલા ઉપર ચડીને નવી સર્વિસ લગાવવાની કામગીરી કરી રહ્યા હતા, તે દરમિયાન ધોળાજી ઠાકોરનો હાથ વીજ પ્રવાહ પસાર થતા વાયર સાથે અડી ગયો હતો. પરિણામે ધોળાજીને  એકાએક ઝટકો લાગ્યો હતો અને વીજપોલ
ઉપરથી નીચે જમીન ઉપર
પટકાયા હતા. જેમાં તેમને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી અને લોહી નીકળી ગયું હતું. આ બનાવને લઇને ગ્રામજનો દ્વારા તાત્કાલિક ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ ફરજ
પરના તેમને મૃત જાહેર કર્યા હતા.

Download Our B K News Today App



Related News