સોનગઢમાં ગુરુવારે મોડી રાત્રે આકાશમાં UFO જેવો ચમકતો પદાર્થ દેખાતા ભારે કુતૂહલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-26 12:12:14
  • Views : 387
  • Modified Date : 2020-09-26 12:12:14

      સોનગઢમાં ગુરુવારે મોડી રાત્રીના સમયે આકાશમાં ઘણી ઓછી ઊંચાઈએ એક ચમકતો પદાર્થ દેખાતા લોકોમાં કુતૂહલ સર્જાયું હતું. આ ચમકતો પદાર્થ નિહાળવા ગામના ઘણા લોકોએ આકાશમાં મીટ માંડી હતી. લગભગ દશ-બાર મિનિટ પછી આ પદાર્થ ખુબ ઊંચી ઊંચાઈએ પહોંચી ગયો હતો અને બાદમાં એકાદ કલાક પછી એ ગુમ થઇ ગયો હતો. આ અંગે ગ્રામજનોમાં જાતભાત ની ચર્ચાઓ ચાલી હતી.

સોનગઢમાં ગુરુવારે રાત્રીના 10.48 કલાકની આસપાસ આકાશમાં પૂર્વ દિશા એ એક ચમકીલો પદાર્થ નજરે પડયો હતો. આ અંગે કોઈકની નજર એના પર પડતા જ વોટ્સએપ જેવા શોશિયલ મીડિયા પર આ પદાર્થના ફોટા ફરતા થઇ ગયા હતા. આકાશમાં જોવા મળેલ આ ઘટના અંગે જાણ થતા લોકો પોતાની આગાસી પર જઈ આ પદાર્થ નિહાળ્યો હતો. લગભગ દશ થી બાર મિનિટ સુધી નીચી ઊંચાઈએ રહ્યા બાદ એ આકાશમાં ઊંચાઈએ પહોંચી સ્થિર થઇ ગયું હતું અને બાદમાં દેખાતું પણ બંધ થઇ ગયું હતું.આ પદાર્થ અંગે શરૂઆતમાં લોકોએ પૂછડિયો તારો નીચે ઉતરી આવ્યો હોવાની બાબત સાથે માહે માહે ચર્ચા કરી હતી. જો કે બાદમાં કેટલાક લોકોના જણાવ્યા પ્રમાણે એ ડ્રોન કેમેરો હોવાની શક્યતા છે. જયારે બીજી શક્યતા એ પણ છે કે આ કોઈ ખગોળીય ઘટના છે પરંતુ એ પદાર્થ શું હતો અને આકાશમાં રાત્રીના સમયે કેમ મંડરાતો હતો એ અંગે ગામ માં અનેકવિધ ચર્ચાઓ થઇ રહી છે.

હાં, મેં આવો ચમકીલો પદાર્થ આકાશમાં જોયો હતો
સોનગઢમાં ગુરુવારે રાત્રીના સમયે આકાશમાં પૂર્વ દિશાએ ઘણી ઓછી ઊંચાઈએ પૂંછડિયો તારો જેવો કોઈ પદાર્થ નજરે પડયો હતો પરંતુ એ ખરેખર શું હતું એ તપાસનો વિષય છે. જો કોઈએ રાત્રીના સમયે ડ્રોન કેમેરો ઉડાડી ગામમાં દહેશતનું વાતાવરણ ઉભું કર્યું હોય તો એની તપાસ કરી પગલાં ભરાવવા જોઈએ. > વિજયભાઈ પાવશ, પ્રમુખ, સોનગઢ મિત્ર મંડળ

મારા મોબાઈલમાં એ ચમકીલા પદાર્થની તસ્વીર કેદ કરી હતી
ગુરુવારે રાત્રીના સમયે વોટ્સએપના માધ્યમથી મને આ ઘટના અંગે માહિતી મળતા હું એ આકાશ તરફ મીટ માંડી હતી. આ જ સમયે આકાશમાં એક ચમકીલો પદાર્થ હું અને મારા પરિવારજનો એ નિહાળ્યો હતો. શરૂઆતમાં એ પદાર્થ ઓછી ઊંચાઈએ હતો ત્યારે એનો ફોટો મારા મોબાઈલમાં પાડી લીધો હતો. > કિશોરભાઈ ચૌધરી, આર કે ફોટો શોપ, સોનગઢ.

Download Our B K News Today App



Related News