પાંથાવાડા પાસે આવેલા સાતસણ ગામમાં એક સાથે ચાર હાથી બિનવારસી હાલતમાં મળી આવતા લોકોમાં કુતૂહલ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-03 12:43:37
  • Views : 291
  • Modified Date : 2021-02-03 12:43:37

     જિલ્લાના પાંથાવાડા પાસે આવેલા સાતસણ ગામમાં એક સાથે ચાર હાથી બિનવારસી હાલતમાં મળી આવતા લોકોમાં કુતૂહલ વ્યાપ્યો છે. ચાર હાથી બિનવારસી હાલતમાં મળી આવ્યાના સમાચાર મળતાં જ ફોરેસ્ટ વિભાગ ઘટનાસ્થળે પહોંચી હાથીઓને કોણ મૂકી ગયું અને હાથી માટે શું વ્યવસ્થા કરવી તે માટેની તજવીજ હાથધરી છે.

- પાથાવાડા ગામ પાસેથી ચાર હાથી બિનવારસી હાલતમાં મળી આવ્યા...

- સ્થાનિક લોકોને જાણ થતાં ઘટના સ્થળે લોકોના ટોળેટોળા..

- ફોરેસ્ટ વિભાગની ટીમ અને પોલીસ પણ ઘટનાસ્થળે..

- હાથીના માલિકની શોધખોળ શરૂ કરી...

- પાથાવાડા ગામ પાસેથી ચાર હાથી બિનવારસી હાલતમાં મળી આવ્યા...

    નાસકાંઠા જિલ્લાના રાજસ્થાનની સરહદને અડીને આવેલા સાતસણ ગામમાં આજે ચાર હાથી બિનવારસી હાલતમાં મળી આવ્યા. આ ચાર હાથી માદા હાથી છે. સાતસણ ગામની સીમમાં પથ્થરો પાસે ચાર હાથી બાંધેલી હાલતમાં દેખાયા હતા.ચાર હાથી એક સાથે દેખાતા હાથીને જોવા માટે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને ત્યારબાદ સ્થાનિક લોકો દ્વારા આ ચારે હાથીઓને ખોરાક અને પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી...

    પાથાવાડા પાસે આવેલ સાતસણ ગામમાં આજે વહેલી સવારે એક સાથે ચાર હાથી ગામની સીમમાં બાંધેલા દેખાતા તાત્કાલિક સ્થાનિક લોકોએ ફોરેસ્ટ વિભાગની જાણ કરતા રેન્જ ફોરેસ્ટ વિભાગના તમામ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી હાથી પર કબજો મેળવ્યો હતો. જે બાદ ફોરેસ્ટ વિભાગ દ્વારા હાથીના ડોક્ટરને બોલાવી હાથી તપાસ કરાવી હતી. જે તપાસમાં અત્યારે હાથી સંપૂર્ણ સ્વસ્થ છે. ચાર હાથી મામલે અત્યારે ફોરેસ્ટ વિભાગે આજુબાજુના ગામ તેમજ સ્થાનિક લોકોના ઉપયોગ થકી આ હાથીનો માલિક કોણ છે તે મામલે તપાસ હાથધરી છે. 

    સાતસણ ગામની સીમમાં મળેલા ચાર હાથીને દેખવા ગામલોકો પણ ઉમટ્યા હતા. સ્થાનિક લોકો અત્યારે ફોરેસ્ટ વિભાગની સાથે મળી આ ચાર હાથી માટે તમામ વ્યવસ્થાઓ કરી છે. હાથી માટે પીવાના પાણીથી લઇ તેના ખોરાકની પણ વ્યવસ્થા સ્થાનિક લોકોએ કરી છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે જ્યાં સુધી ગામની સીમમાં હાથી રહેશે ત્યાં સુધી ગામ લોકો તેમની સેવામાં હંમેશા તત્પર રહેશે. તો બીજી તરફ હાલ સ્થાનિક પોલીસ અને ફોરેસ્ટ વિભાગની ટીમે હાથીના માલિકની શોધખોળ કરવાની શરૂઆત કરી દીધી છે..

 

Download Our B K News Today App



Related News