ડીસાના વેલુંનગર વિસ્તારમાં રહેતા સી.આર.પી એફના જવાન ફરજ પુરી કરી વતન ફરતા સ્થાનિકોએ સ્વાગત કરાયું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-10-02 11:39:33
  • Views : 560
  • Modified Date : 2021-10-02 11:39:33

 

ડીસાના વેલુંનગર વિસ્તારમાં રહેતા અને છેલ્લાં 40 વર્ષથી દેશની સરહદો પર માં ભોમની રક્ષા કરતા કાંતિભાઈ ડીગારી પોતાની 40 વર્ષની ફરજ પૂરી કરી પોતાના વતન ડીસા ખાતે પહોંચતા સમાજના આગેવાનો તેમજ સ્થાનિક લોકોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું આજે દેશની સરહદો પર સૈનિકો પોતાના પરિવારની ચિંતા કર્યા વગર ભારત દેશના લોકો સુરક્ષિત રહી શાંતિથી પોતાના પરિવાર સાથે રહી શકે તે માટે દેશની સરહદ ઉપર રક્ષા કરી રહ્યા છે આજે યુવાનોમાં ભારત માતાની રક્ષા કરવાનું જુનુંન છે તેને લઇ દર વર્ષે સૈનિક ભરતીમાં હજારોની સંખ્યામાં યુવાનો દેશની રક્ષા કાજે તૈયાર થાય છે. આજે દેશની સરહદો પર થતા અવાર નવાર હુમલામાં અત્યાર સુધી અનેક સૈનીકો શહીદ થયા છે. ત્યારે પણ આજે યુવાઓ દેશની રક્ષા કાજે રોજેરોજ દેશના ખૂણે ખૂણેથી તૈયાર થઈ રહ્યા છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં પણ અનેક યુવાનો હાલમાં દેશના ખૂણે ખૂણે આવેલી સરહદો પર ભારત માતાની રક્ષા કાજે ફરજ બજાવી રહ્યા છે.ત્યારે ડીસાના વેલુંનગર વિસ્તારમાં રહેતા કાંતિલાલ ઓખાજી ડિગારી પોતાની 40 વર્ષની નોકરી પૂર્ણ કરી સી આર પી એફ આસીટન્ટ કમાન્ડર તરીકે નિવૃત થઈ ને આજે ડીસા પોતાના વતન પહોંચ્યા હતા. જ્યાં પૂરોહિત સમાજના આગેવાનો તેમજ ડીસા વાસીઓ એ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું તેમનું ડીસા ખાતે મંદિર પાસે આગમન થતાં લોકોએ વિશાળ બાઇક રેલી યોજી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું જે બાદ વેલુ નગર ખાતે પણ સ્થાનિક લોકો દ્વારા તેમને ફુલહાર તેમ જ સાલ ઓઢાડી દેશની રક્ષા કરી પોતાના વતન પહોંચતા તેમનું જીવન સુખમય નિવડે તે માટે શુભેચ્છાઓ પાઠવી હતી કાંતિભાઈ દેશની રક્ષા કરી ડીસા ખાતે પહોંચતાની સાથે જ ચારે બાજુ લોકો દેશભક્તિના રંગમાં રંગાઈ જૂની ઉઠયા હતા.

Download Our B K News Today App



Related News