અમદાવાદમાં કોરોનાના કહેર વચ્ચે મોડી રાત્રે દેશી દારૂના અડ્ડા પર ભીડ જામી, પોટલી લેતાં લોકોનો વીડિયો વાઈરલ, પોલીસ દોડતી થઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-19 16:48:44
  • Views : 272
  • Modified Date : 2021-03-19 16:48:44

    કોરોનાના કેસ વધતા અમદાવાદ શહેરમાં રાત્રિના 9થી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યૂ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. જેમાં રાતના અંધારામાં દેશી દારૂનું બેફામ વેચાણ થતું દેખાઈ રહ્યું છે. લોકો અહીં જ ટોળે વળીને દેશી દારૂનું સેવન પણ કરી રહ્યા છે. આ વીડિયો દરિયાપુર પોલીસ સ્ટેશનની હદમાં આવતો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ વીડિયો રાત્રિ કર્ફ્યૂ દરમિયાનનો છે કે પહેલાનો તેની જાણ થઈ શકી નથી. આ વિશે દરિયાપુરના પીઆઇ આર.આઈ જાડેજા અને ઝોન 4ના ડીસીપી રાજેશ ગઢીયાએ જણાવ્યું હતું કે, વાઇરલ વીડિયો અંગે તપાસ કરાવી લઉં છું.

    શહેરમાં દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ બેફામપણે શરૂ થઈ હોય તેમ રાતના અંધારામાં દેશી દારૂનું બેફામ વેચાણ થતું હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. વીડિયોમાં એક મકાનમાં અને બહાર લોકોના ટોળે ટોળા દેશી દારૂની થેલીઓ લેતાં નજરે પડે છે. લોકો માસ્ક વગર ત્યાં જ ઉભા રહી દેશી દારૂ પીતાં હોય તેવું જણાય છે. સોશિયલ મીડીયામાં વાઇરલ આ વીડિયો અમદાવાદ શહેરના ડીસીપી ઝોન-4 વિસ્તારમાં આવતાં દરિયાપુર પોલીસ સ્ટેશનની હદમાં આવતાં રામચોકના મેણવાડનો હોવાનું જાણવા મળ્યું છે.

    સોશિયલ મીડિયામાં એક વીડિયો વાઇરલ થયો છે, જેમાં રાતના સમયે એક મકાનમાં દેશી દારૂની પોટલીઓ લોકો હાથમાં લઈને ફરી રહ્યાં છે. 10 જેટલા લોકો ત્યાં ઉભા છે અને દેશી દારૂની પોટલીઓ લઈને જઈ રહ્યાં છે. ઉપરાંત બહારના ભાગમાં પણ લોકોની ભીડ જોવા મળી છે. કોઈ સ્થાનિક વ્યક્તિએ આ વીડિયો ઉતારી અને વાઇરલ કર્યો છે. આ વાઇરલ વીડિયો દરિયાપુર પોલીસ સ્ટેશનની હદમાં આવતાં રામચોકમાં મેણવાડનો હોવાનું જાણવા મળ્યું છે.

    કોરોના ફરી એકવાર બેફામપણે વકરી રહ્યો છે અને રાતના સમયે આ રીતે લોકોના ટોળા ભેગા થઈ અને દારૂ લેતાં નજરે પડે છે જે અતિ ગંભીર બાબત છે. તાજેતરમાં જ અમદાવાદ પોલીસ કમિશનર ઓફિસની પાછળ જ મોટું જુગારધામ ગાંધીનગર સ્ટેટ વિજિલન્સ દ્વારા ઝડપી પાડવામાં આવ્યું હતું. ઝોન 4 વિસ્તારમાં આવતા અલગ અલગ પોલીસ સ્ટેશનો અને અન્ય વિસ્તારોમાં પણ બેફામ પણે દેશી દારૂની પ્રવૃત્તિઓ ચાલી રહી છે. ગાંધીનગર સ્ટેટ વિજિલન્સ ટીમ દ્વારા પણ ત્રણ દિવસ પહેલા જ ડીસીપી ઝોન 4 વિસ્તારમાં આવતા શાહીબાગ પોલીસની હદમાંથી દેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો.


Download Our B K News Today App



Related News