ડીસાના રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે ગણપતિ ના મૂર્તિ ના સ્ટોલ લાગતા લોકોની ખરીદી માટે ભીડ જામી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-09-10 14:15:31
  • Views : 309
  • Modified Date : 2021-09-10 14:15:31

     ડીસાના રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે ગણપતિ ના મૂર્તિ ના સ્ટોલ લાગતા લોકોની ખરીદી માટે ભીડ જામી હતી. હિન્દુ ધર્મમાં અનેક તહેવારો નું મહત્વ રહેલું છે ખાસ કરીને શ્રાવણ અને ભાદરવા માસમાં હિન્દુધર્મના અનેક તહેવારોની ઉજવણી થતી હોય છે. જે અંતર્ગત આવતીકાલથી ગણેશ ચતુર્થીનો ઉત્સવ શરૂ થઈ રહ્યું છે આ ઉત્સવને લઇને હિન્દુ ધર્મના લોકોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ભારતભરમાં ગણેશ ઉત્સવની રંગેચંગે ઉજવણી થતી હોય છે ખાસ કરીને મહારાષ્ટ્રમાં ગણેશ ચતુર્થીની ભવ્ય ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે દિશામાં પણ ગણેશ ચતુર્થીની ઉજવણી અંતર્ગત અને જગ્યા હોય આવતીકાલે ગણપતિની મૂર્તિની સ્થાપના થશે આજે ડીસાના રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે થી પણ વધુ ગણપતિની મૂર્તિ લાગ્યા હતા છેલ્લા બે વર્ષથી કોરોનાવાયરસ ની મહામારી ના કારણે અનેક ઉત્સવો પર કોરોના ગ્રહણ લાગ્યું હતું આ કોરોના ગ્રહણના કારણે છેલ્લા બે વર્ષથી ગણપતિની મૂર્તિનું વેચાણ કરતા વેપારીઓને પણ મંદીનો માર સહન કરવો પડતો હતો ત્યારે આ વખતે કોરોનાવાયરસ ની મહામારી આવતાની સાથે જ મોટી સંખ્યામાં અલગ.અલગ.ડિઝાઈન થી સજ્જ ગણેશજીના મૂર્તિના સ્ટોલ રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે લાગ્યા હતા અને ગણેશજીની મૂર્તિ ની ખરીદી કરવા માટે પણ લોકો મોટી સંખ્યામાં નજરે પડ્યા હતા. વેપારીઓનું માનવું છે કે છેલ્લા બે વર્ષથી ધંધા-રોજગાર ઠપ્પ થઇ ગયા હતા પરંતુ આ વર્ષે હાલમાં ગણેશ ઉત્સવમાં આજે સારી એવી ગ્રાહકો ખરીદી કરવા માટે આવી રહ્યા છે.

Download Our B K News Today App



Related News