સોશિયલ ડિસ્ટન્સના આવા ધજાગરા ઉડતાં તમે વિશ્વમાં ક્યાંય નહીં જોયા હોય, ભાજપ નેતાના લગ્નની ડીજે પાર્ટીમાં હજારો લોકો બેશરમ બનીને નાચ્યા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-28 15:22:35
  • Views : 275
  • Modified Date : 2020-12-28 15:22:35

    એક તરફ કોરોના ગાઈડલાઇનનું ચુસ્તપણે પાલન કરવામાં આવે એ માટે સરકાર તરફથી આકરા પગલા ભરવામાં આવી રહ્યાં છે. ત્યારે બીજી તરફ ભાજપના જ નેતાઓ દ્વારા જાણે કે આ પ્રકારની ગાઈડલાઇન તેમના માટે ન હોય તેવું વર્તન કરવામાં આવી રહ્યું છે. સોશિયલ મીડિયામાં વલસાડ જિલ્લાના ધરમપુરના ભાજપના નેતા કેતન વાઢુંનો વીડિયો ફરતો થયો છે. આ વીડિયો જોઇને તમે પણ કહી ઉઠશો કે સોશિયલ ડિસ્ટન્સના આ રીતે ધજાગરા ઉડતાં તમે વિશ્વમાં ક્યાંય નહીં જોયા હોય. ભાજપના નેતાના લગ્નની ડીજે પાર્ટીમાં હજારો લોકો બેશરમ બનીને નાચી રહ્યાં હોય તેમ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. જોકે આ વીડિયો ફરતા થયાં બાદ ગઇકાલે રાત્રે પોલીસે કાર્યવાહી કરી હતી અને 8 લોકોની અટકાયત કરી છે.


    ભાજપ નેતા કેતન વાઢુંએ પોતાના લગ્નમાં મોટી સંખ્યામાં ભીડ ભેગી કરી હતી અને ઉપસ્થિત મહેમાનો કોઇપણ પ્રકારની કોરોના ગાઈડલાઇને ફોલો કર્યા વગર સંગીતના તાલે નાચતા હોય તેવા વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયા હતા. લગ્નના આ પ્રકારના વીડિયો વાઈરલ થયા બાદ સ્થાનિક પોલીસ એક્શનમાં આવી હતી અને ગઇકાલે રાત્રે 8 લોકોની અટકાયત કરવામાં આવી હતી. પોલીસે આ તમામ વિરુદ્ધ કોવિડ-19ના જાહેરનામા ભંગ અને ભીડ ભેગી કરવા બદલ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

    તાપીમાં ભાજપના કાર્યકર દ્વારા મોટી સંખ્યામાં યોજાયેલા લગ્ન બાદ દક્ષિણ ગુજરાતમાં વલસાડમાં આ બીજી ઘટના સામે આવી છે. જેમાં લગ્નમાં સેંકડોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હોય અને લગ્નમાં નાચગાન કરતા હોય આ મામલે ભાજપ પક્ષના કાર્યકરો બેફામ બન્યા છે. કાયદાથી ઉપર હોય તેમ કોવિડની ગભીરતાંને લઈને બેફિકર બની જાહેરનામાંનું સન્માન જાળવતા નથી જેને લઇને આ મામલે સમાજમાં અને સામાન્ય નાગરિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

    મોટાભાગના પોલિટિકલ મેળાવડામાં સંક્રમણ મામલે નિયમોની જાળવણી થતી નથી. નિયમોને જાળવણી માત્ર સામાન્ય લોકોના માસ્ક પહેરવા સુધી જ સીમિત થયો હોય તેમ વલસાડના સામાન્ય નાગરિક આ મામલે રોષ વધી રહ્યો છે અને દર વખતે આરોપીઓ જામીન લઇને આવા કેસમાં છૂટી જતા હોય છે ત્યારે રાજ્ય સરકાર કોરોનાના નિયમની એસીતેસી કરવા બદલ આવા તત્વો પર કડક કાર્યવાહી કરે તેવી માગ હાલ સમાજમાંથી ઉઠી રહી છે.


Download Our B K News Today App



Related News