નકલી અધિકારીએ કરોડો રુપિયાની આચરી છેતરપિંડી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-12-12 15:31:17
  • Views : 81
  • Modified Date : 2023-12-12 15:31:17

જૂનાગઢમાં નકલી DYSPનો પર્દાફાશ થયો છે. પોલીસ અધિકારી તરીકેનું નકલી કાર્ડ બતાવીને વિનીત દવે નામનો ઇસમ ઠગાઇની આલમનો બેતાજ બાદશાહ બન્યો છે. આખરે કરોડોની ઠગાઇનો સૂત્રધાર વિનીત દવે નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે. તપાસમાં ખુલાસો થયો છે કે વિનીત દવેએ નકલી અધિકારી બનીને 2.11 કરોડની છેતરપિંડી આચરી હતી છે.તો પોલીસ ખાતામાં નોકરીની લાલચે પણ અનેક લોકો સાથે ઠગાઇનો પર્દાફાશ થયો છે.પોલીસે હાલ નકલી DYSPની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.સૂત્રોની માનીએ તો પોલીસ તપાસમાં વધુ ચોંકાવનારા ખુલાસા સામે આવી શકે છે.તો બીજી તરફ દાહોદના નકલી કચેરીના અસલી કૌભાંડ કેસની તપાસમાં અનેક ખુલાસા સામે આવ્યા છે. કૌભાંડના મુખ્ય આરોપી સંદીપ રાજપૂતની પૂછપરછમાં, પૂર્વ IAS બી.ડી.નિનામાની સંડોવણી સામે આવી છે. તપાસમાં ખુલાસો થયો છે કે નિનામાએ સત્તાના જોરે કાગળ પર 6 કચેરીઓ ઉભી કરીને માત્ર 4 વર્ષમાં 18.59 કરોડના કૌભાંડનો ખેલ પાડ્યો હતો.

Download Our B K News Today App



Related News