ડીસા તાલુકાના ગેનાજી ગોળીયા ગામ ખાતે કૈલાશ નગર દુધ ડેરી સુધી પાકો બનશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-20 10:57:52
  • Views : 285
  • Modified Date : 2022-05-20 10:57:52


ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં દર વર્ષે ગ્રામીણ વિસ્તારના વિકાસ માટે રાજ્ય સરકાર કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવેલ છે દરેક ગામની સુંદરતા ગામમાં રોડ પાણી અને લાઈટની સુવિધાના આધારે હોય છે આજે જે પ્રમાણે દિવસેને દિવસે ટેકનોલોજી નું પ્રમાણ વધતું જાય છે તેમ તેમ ગ્રામીણ વિસ્તારના વિકાસનો પણ દિવસેને દિવસે વધતા જાય છે આજે મોટાભાગના ઉદ્યોગો ગ્રામીણ વિસ્તારોમાં વિકસી રહ્યા છે જેના કારણે આજે ગ્રામ્ય વિસ્તારનો પણ વિકાસ દિવસેને દિવસે સરકાર દ્વારા આગળ વધારવામાં આવી રહેશે જે અંતર્ગત ડીસા તાલુકાના મોટાભાગના ગામોમાં આજે ધારાસભ્ય શશીકાંત પંડયા દ્વારા રસ્તાઓ બનાવી આપવામાં આવે છે ત્યારે આજે ડીસા તાલુકાના ગેનાજી ગોળીયા ખાતે આવેલ કૈલાશ નગર વિસ્તારમાં ધારાસભ્ય ની અધ્યક્ષતા માં સભાનું આયોજન કરવામાં આવ્યો હતો આ સભામાં ગ્રામજનો દ્વારા પોતાના વિસ્તારમાં વિકાસના કામો કરવા માટે ધારાસભ્ય શશીકાંત પંડયા સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી છેલ્લા ઘણા વર્ષોથી જમનાજી ગુડિયા ગામમાં કૈલાશ નગર થી દૂધ ડેરી સુધીનો રસ્તો બિસ્માર હાલતમાં છે જેના કારણે થી પસાર થતા વાહનચાલકો અને ખેડૂતો ભારે હાલાકીનો સામનો કરી રહયા હતા.આ અંગે ગ્રામજનોએ પાકા રોડ બનાવવા માટે ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડયા અને રજુઆત કરવામાં આવતા ધારાસભ્ય શશીકાંત પંડયા એ પણ આ બેઠકમાં તાત્કાલિક કૈલાસ નગર થી દૂર સુધીનો પાકો રસ્તો બનાવી આપવા માટે ગ્રામજનોને ખાતરી આપી હતી

Download Our B K News Today App



Related News