રાધનપુર માર્કેટયાર્ડમાં ખુલ્લામાં પડેલ ખેતી પાક કમોસમી વરસાદમાં પલળ્યો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-03-02 16:06:34
  • Views : 86
  • Modified Date : 2024-03-02 16:06:34

હવામાન વિભાગની અગાઉથી જ આગાહી હોવા છતાં કેટલાક વિસ્તારોમાં ખેડૂતોના પાક પળવાના સમાચાર સામે આવ્યા છે. કેટલાક વિસ્તારોમાં અગાઉથી જ સૂચનાઓ કરવામા આવી હતી કે માર્કેટયાર્ડમાં પાક ખૂલ્લામાં ના રહે અને સલામત સ્થળે ખસેડી લેવામાં આવે છે. આ દરમિયાન પાટણ જિલ્લાના રાધનપુર માર્કેટયાર્ડમાં ખુલ્લામાં રાખેલ દિવેલાનો પાક પલળી જવા પામ્યો હતો.માર્કેટયાર્ડમાં ખુલ્લામાં રહેલ એરંડાના પાકની બોરીઓ વરસાદમાં પલળી જવા પામી હતી. પાક પલળવાને લઈ ખેડૂતોના જીવ ઉંચા થઇ ગયા હતા. ખેડૂતોએ મહેનત કરીને પકવેલા પાકને પલળતો જોઇને જીવ બળવાની સ્થિતિ સર્જાઇ હતી. ભલે એ પાકને ખેડૂતોએ માર્કેટયાર્ડમાં વેચી દીધો હોય.

Download Our B K News Today App



Related News