છોટાઉદેપુરમાં વરસાદ પડતા પાકને નુકસાન.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-11-27 13:47:29
  • Views : 86
  • Modified Date : 2023-11-27 13:47:29

સમગ્ર રાજ્યની સાથે છોટા ઉદેપુરમાં પણ વરસાદ પડ્યો હતો. વરસાદ પડવાને કારણે ખેડૂતોને પારાવાર નુકસાન ભોગવવાનો વારો આવશે, માવઠુ પડવાને કારણે ખેડૂતોને ભારે નુકસાનની ભીતિ છે. નાલેજ, પીપલેજ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં કપાસના પાકમાં નુકસાન થયું છે. તો તુવેર અને ડાંગરના પાકમાં પણ નુકસાન થયું છે.વરસાદે જગતના તાતના માથે મુશ્કેલીના વાદળો ઉભા કરી દીધા છે. ખેડૂતોને માવઠાને કારણે નુકસાન થતા સરકાર પાસે સહાયની માગ કરી છે. ખેડૂતોએ વાવેલો પાક મોટા ભાગનો નાશ પામી ચુક્યો છે. ત્યારે ખેડૂતો હવે 12 મહિનાના પાકને કાઢીને 3 મહિનાના શિયાળુ પાક કરવા મજબૂર બન્યા છે.

Download Our B K News Today App



Related News