ગીરના પોપટડી નેસમાં મછુન્દ્રી ડેમ પાસે વાસણ ધોવા ગયેલી 16 વર્ષની સગીરાને મગર ઉપાડી ગયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-11-11 13:53:38
  • Views : 570
  • Modified Date : 2020-11-11 13:53:38

            ગીરના પોપટડી નેસમાં આજે સવારે મછુન્દ્રી ડેમની બાજુમાં પાણીના ખાડામાં 16 વર્ષની સગીરા વાસણ ધોવા માટે આવી હતી. આ પાણીના રહેલો મગર સગીરાને ઉપાડી ગયો છે. દીકરી ઘરે ન આવતા પરિવારજનો તેની શોધખોળ કરવા નીકળી ગયા હતા અને પાણીના ખાડા પાસે પહોંચતા જ ચોંકી ગયા હતા. પોતાની દીકરીને ઘટનાની જાણ થતા જ વન વિભાગની ટીમ દોડી આવી હતી. વન વિભાગની ટીમે સગીરાની શોધખોળ હાથ ધરી પણ હજી સુધી કોઈ પત્તો લાગ્યો નથી. જો કે, પાણીનો ખાડો મોટો હોવાથી મગરને શોધવો પણ મુશ્કેલ છે. નેસડામાં રહેતા લોકોએ જણાવ્યું હતું કે, અહીં અમારા નેસડામાં રોજ મહિલાઓ અને દીકરીઓ કપડા અને વાસણ ધોવા આવે છે. પરંતુ પાણીમાં મગર વસવાટ કરતો હોવાથી અજાણ છીએ. વન વિભાગ આ મગરનું રેસ્ક્યુ કરી અન્ય જગ્યાએ ખસેડે તેવી અમારી માગ છે. મગરને કારણે નેસડામાં રહેતા લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.મગર ઉપાડી ગયો હોવાની જાણ થઈ હતી. સગીરાએ પહેરેલા પગરખા અને વાસણ જોવા મળ્યાં હતા. તેમજ મગર તેને ઉપાડી ગયાના નિશાન પણ જોવા મળ્યાં હતા આઠ દિવસ પહેલા ધારી ગીર પૂર્વની પાણીયા રેન્જમાં આવેલા ભગીરથભાઈની વાડીમાં પાંચ વર્ષનો બાળક રમી રહ્યો હતો. ત્યારે અચાનક જ દીપડાએ તેના ઉપર હુમલો કર્યો હતો. દીપડાએ બાળકને ગળેથી પકડ્યો હતો, જેને લઈને તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. ત્યારબાદ દીપડો તેને ઢસડીને દૂર લઈ ગયો હતો. ગળાના ભાગેથી બાળકને પકડતા તેનું મોત નીપજ્યું હતું, જો કે ઘટનાના ચોથા દિવસે વન વિભાગને આ માનવભક્ષી દીપડાને પકડવામાં સફળતા મળી હતી.  

Download Our B K News Today App



Related News