બિપોરજોય વાવાઝોડાને લઇને કચ્છમાં સંકટ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-06-14 17:44:09
  • Views : 147
  • Modified Date : 2023-06-14 17:44:09

બિપોરજોય વાવાઝોડાને પગલે કચ્છ કલેક્ટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જેમાં સરહદી તાલુકાનાં 9 મોટા ગામ સંપૂર્ણ બંધ રહેશે. જેમાં દયાપર, દોલતપર, પાન્ધો-વર્માનગર, માતાના મઢ વગેરે બંધ રહેશે. તેમજ કોટાડા, જડોદર, અને નારાયણ સરોવર, નલિયા, અને કોઠારા બંધ રહેશે. તેમજ નખત્રાણા સહિત 9 ગામોનાં બજાર બંધ રાખવાનો પણ કલેક્ટર દ્વારા આદેશ કરાયો છે. તેમજ દરિયા કિનારાનાં ગામોને એલર્ટ કરાયા છે.કચ્છમાં બિપોરજોય વાવાઝોડાની વધુ અસર વર્તાઈ છે. ત્યારે માંડવીનાં દરિયામાં કરંટ વધ્યો હતો. દરિયાનું પાણી બીચ પરના સ્ટોર સુધી પહોંચ્યું હતું. માંડવીનાં દરિયામાં કરંટ વધતા દરિયાના કિનારાથી 100 મીટર દૂર આવેલી પાણી દુકાનમાં પહોંચ્યું. દરિયા કિનારે પવનની ગતિમાં પણ વધારો થયો છે. અત્યારે માંડવીમાં 80 થી 90 કિમી ની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે.કચ્છમાં બિપોરજોય વાવાઝોડાને લઈને તંત્ર એલર્ટ છે. ત્યારે મંત્રી ઋષિકેશ પટેલ અને પ્રફુલ પાનસેરિયાએ નલિયા શેલ્ટર હોમની મુલાકાત લીધી હતી. નલિયા- જખૌનાં આસપાસનાં 3 હજાર જેટલા લોકોનું સ્થળાંતર કરાયું છે. નલિયાનાં ગામોમાં બિપોરજોયનો ખતરો સૌથી વધુ છે. બિપોરજોય વાવાઝોડા અંગે મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે દરિયાકાંઠાનાં 25 ગામો સતત નીરીક્ષણ હેઠળ છે. દરિયા કાંઠાના લોકો તંત્રને સહકાર આપી સુરક્ષિત જગ્યાએ પહોંચશે. બિપોરજોય વાવાઝોડા અંગે મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ નિવેદન આપ્યું છે કે તંત્રએ સજાગ થઈ તમામ તૈયારીઓ કરી છે. કચ્છમાં બિપોરજોય વાવાઝોડાને પગલે તંત્ર એક્શન મોડમાં છે. ત્યારે સાવચેતીનાં ભાગરૂપે દરિયાકાંઠાનાં ગામો ખાલી કરાયા છે. જખૌનું બુડિયા ગામ ખાલી કરવામાં આવ્યું છે. તેમજ 5000 થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે. નલિયાની મોડલ ગર્લ્સ હાઈ. મા લોકોને આશરો અપાયો છે. દરિયાકાંઠાથી 3 કિલોમીટર બુડિયા ગામ દૂર છે. 

 

Download Our B K News Today App



Related News