ભાજપના યુવા નેતા વિરૂદ્ધ નોંધાયો ગુનો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-02-10 16:20:48
  • Views : 68
  • Modified Date : 2024-02-10 16:20:48

આણંદ જિલ્લા ભાજપના યુવા નેતા વિરૂદ્ધ ગુનો નોંધાયો છે. સોશિયલ મીડિયાના સહ કન્વીનર દેવેન્દ્રસિંહ પઢીયાર સામે ફરિયાદ નોંધાવામાં આવી છે. આમરોલ પ્રાથમિક શાળાના મહિલા આચાર્યાએ ફરિયાદ નોંધાવી હોવાનું સામે આવ્યુ છે. જેમણે મહિલા આચાર્યાને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. દેવેન્દ્રસિંહ પઢીયાર ગ્રામ પંચાયતનાં પણ સભ્ય હોવાનું સામે આવ્યુ છે. પોલીસે ભાજપનાં યુવા નેતા સહીત બે વિરૂદ્ધ ગુનો નોંધ્યો છે. તેમજ તપાસ હાથ ધરી છે.બીજી તરફ વડોદરામાં સ્કૂલ વાનમાં જતી વિદ્યાર્થિની સાથે છેડતી થઈ હોવાની ઘટના સામે આવી છે. 14 વર્ષની વિદ્યાર્થિની સાથે 54 વર્ષના વાન ચાલકે અડપલા કર્યા હોવાનું સામે આવ્યુ છે. વાન ચાલક અન્ય વિદ્યાર્થીઓને પહેલા તેમના ઘરે ઉતારી દેતો હતો. વાનમાં છેલ્લે એકલી રહેલી વિદ્યાર્થિનીને હેરાન કરતો હતો. વારંવારના શારીરિક અડપલાંથી વિદ્યાર્થિની ડરી ગઈ હતી. જેના જાણ પરિવારને થતા પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપીની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News