સિદ્ધપુરમાં ૬ લાખની ચોરી કરનાર ગેંગને પકડી પાડતી રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-25 11:39:53
  • Views : 509
  • Modified Date : 2019-11-25 11:39:53

સિધ્ધપુર ખાતે ગત તા.૦૫/૧૦/૨૦૧૯ ના રોજ બપોરના  ૩ઃ૨૫ કલાકે
સિધ્ધપુર રેલ્વે સ્ટેશન બહાર પા‹કગમાં પાર્ક કરેલી કારમાંથી કોઈ અજાણ્યા ઇસમો કારના કાચ તોડી રૂપિયા ૬૨૦૦૦૦ ની ચોરી થયાની ફરિયાદ સિધ્ધપુર રેલ્વે પોલીસ મથકમાં ફરિયાદી મુસ્તકીમભાઈ સુલેમાનભાઈ નેદરીયા દ્વારા કરવામાં આવી હતી જેને અનુલક્ષી પો.
ઇસ્પેક્ટર એફ.એ. ઠાકોર મહેસાણા રેલવે પોલીસ સ્ટેશનના રિપોર્ટ અન્વયે મહેસાણા રે.પો. સ્ટેશન ફ.ગુ.ર.નં ૨૬/૨૦૧૯
આ.પી.કો કલમ ૩૭૯,૪૬૧ મુજબના ગુનાના કામે આ કામના ફરિયાદી મુસ્તકીમભાઈ સુલેમાનભાઈ નેદરીયા લાકડાના વેપારી રહે છાપી તા.વડગામ જી. બનાસકાંઠા ગત તારીખ ૦૫/૧૦/૨૦૧૯ ના રોજ બપોરના સમયે
સિધ્ધપુર બેન્ક ઓફ ઇન્ડિયાના પોતાના ચાલુ ખાતામાંથી ૫૫૦૦૦૦ રૂપિયા ઉપાડેલ. બાદ પોતાના મિત્ર સાથે ફોર વ્હીલર ગાડીમાં સિદ્ધપુર રેલવે સ્ટેશને ટિકિટ બુકિંગની પૂછપરછ માટે બપોરના સમયે ૩.૨૫ કલાકે રેલ્વે પા‹કગમાં ગાડી પાર્ક કરી હતી. તે દરમિયાન ટિકિટ ઇન્કવાયરી કરી પરત આવતા તેમની ગાડીના પાછળની સીટ નો બારીના કાચ તૂટેલા હોય ગાડી ચેક કરતા સ્વીટી નીચે મુકેલા રોકડ ૬૨૦૦૦૦ જેટલી રકમ નજરે ન પડતા કોઈ અજાણ્યા ચોર ઈસમો ફરિયાદીની નજર ચૂક કરી કારના કાચ તોડી ચોરી કરી ગયેલ હોય જે અંગે ફરિયાદીની ફરિયાદના આધારે તા.૦૫/૧૦/૨૦૧૯ ના રોજ રાત્રે ૦૯/૫૦ કલાકે ઉપરોક્ત કલમની તપાસ હાથ ધરવામાં આવેલ જેના અનુલક્ષીને તપાસ તજવીજ દરમિયાન આ કામના તોહમતદારો  રોસૈઆહ બાબુ વસંતૈ આહ ગોડેતી ઉ. વર્ષ.૫૪ ૨, મધુ ભાસ્કર ઝાલા ઉ. વર્ષ.૨૩, અનિલ દયાકર મકાલા ઉ. વર્ષ.૩૫,  ચંદ્રમા કોન્ડલીયા સરલા ઉ. વર્ષ.૫૦ રહેતા તમામ કપરાણા તીપ્પા જી.નેલ્લોર આંધ્રપ્રદેશ વાળાને રાજકોટ એ.ડી.બી પો.સ્ટે.ના ફરાર ગુ.ર.નં ૧૪૯/૧૯
ઇ.પી.કો કલમ ૩૭૯/૪૬૧ ના કામે ના કોર્ટ કસ્ટડીમાં હોવાનું જાણાઈ આવવાના તા.૨૨/૧૧/૧૯ ના રોજ
રાજકોટ સબજેલ ખાતેથી ટ્રાન્સફર વોરંટના આધારે સિધ્ધપુર રેલ્વે પોલીસ અને મહેસાણા રેલ્વે પોલીસના સંયુક્ત પ્રયાસોથી આ કામના આરોપી સ્થળ તપાસ

Download Our B K News Today App



Related News