અમદાવાદમાં રથયાત્રા પહેલા ક્રાઈમ બ્રાંચનું 'મહાઅભિયાન'.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-06-12 16:38:35
  • Views : 167
  • Modified Date : 2023-06-12 16:38:35

રહ્યું છે. દર એકાદ બે દિવસે ક્રાઇમ બ્રાંચ પિસ્તોલ, દેશી તમંચો જેવાં ઘાતક હથિયાર ઝડપી રહી છે. રથયાત્રા નજીક આવતી હોવાના કારણે ક્રાઇમ બ્રાંચ આ કામગીરી સારી રીતે નીભાવી રહી છે. છેલ્લા એક મહિનામાં ક્રાઇમ બ્રાંચે 25થી વધુ હથિયાર તેમજ 50થી વધુ જીવતા કારતૂસ સાથે સંખ્યાબંધ ટપોરીની ધરપકડ કરી લીધી છે. ગઇ કાલે ક્રાઇમ બ્રાંચે જુહાપુરાના સારણી મેદાનમાંથી એક યુવકને પિસ્તોલ તેમજ બે જીવતા કારતૂસ સાથે ઝડપી પાડ્યો છે. ક્રાઇમ બ્રાંચનું હથિયાર ઝડપી પાડવાનું અભિયાન ચાલી રહ્યું છે, જે છેક રથયાત્રાના આગલા દિવસ સુધી ચાલશે. ક્રાઇમ બ્રાંચને બાતમી મળી હતી કે વેજલપુર જૂના પોલીસ સ્ટેશન પાછળ આવેલા સારણી મેદાનમાં આમિરમિયાં ઉર્ફે સાનુ અસલમમિયાં મલેક (રહે, સંકલિતનગર જુહાપુરા) નામનો યુવક પિસ્તોલ લઇને ફરી રહ્યો છે. બાતમીના આધારે ક્રાઇમ બ્રાંચની ટીમ સારણી મેદાન ખાતે પહોંચી ગઇ હતી અને બાતમીદારે ઇશારો કરતાં યુવકને કોર્ડન કરી લીધો હતો. યુવકે પોતાનું નામ   આમિરમિયાં ઉર્ફે સાનુ હોવાનું કહેતાં ક્રાઇમ બ્રાંચે તેની અંગ જડતી કરી હતી. આમિરમિયાં પાસેથી પિસ્તોલ  અને બે જીવતા કારતૂસ મળી આવતાં તેની ધરપકડ કરી લીધી હતી. આમિરમિયાંની ધરપકડ કરીને ક્રાઇમ બ્રાંચ લાવવામાં આવ્યો હતો. જ્યાં તેની આગવી સ્ટાઇલથી પૂછપરછ કરી હતી. જોકે તેણે હથિયાર ક્યાંથી લાવ્યો તેની કોઇ કબૂલાત કરી નહીં. ક્રાઇમ બ્રાંચે આમિરમિયાં વિરુદ્ધ ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. આમિરમિયાં કોઇ ગુનાને અંજામ આપવાની ફિરાકમાં હતો ત્યારે જ ક્રાઇમ બ્રાંચે તેને ઝડપી પાડ્યો છે. 

Download Our B K News Today App



Related News