ક્રાઈમ બ્રાંચની ડ્રગ્સને લઈ મોટી કાર્યવાહી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-09-21 16:11:45
  • Views : 119
  • Modified Date : 2023-09-21 16:11:45

અમદાવાદમાં ફરી નશાના કારોબારનો પર્દાફાશ થયો છે. ક્રાઇમ બ્રાન્ચે MD ડ્રગ્સ સાથે 3 આરોપીની ધરપકડ કરી છે. NDPSના અલગ અલગ બે કેસ નોંધાયા બાદ ક્રાઇમ બ્રાન્ચે સૌથી મોટી કાર્યવાહી કરી છે. નારોલથી 521 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે એક ડ્રગ્સ પેડલર ઝડપાયો છે. તો બીજો ડ્રગ્સ પેડલર એસજી હાઇવેથી 594 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે ઝડપાયો છે.અમદાવાદમાં ફરી નશાના કારોબારનો પર્દાફાશ થયો છે. ક્રાઈમ બ્રાન્ચે MD ડ્રગ્સ સાથે 3 આરોપીની ધરપકડ કરી છે. NDPSના અલગ અલગ બે કેસ નોંધાયા બાદ ક્રાઈમ બ્રાન્ચે સૌથી મોટી કાર્યવાહી કરી છે. નારોલથી 521 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે એક ડ્રગ્સ પેડલર ઝડપાયો છે તો બીજો ડ્રગ્સ પેડલર એસજી હાઇવેથી 594 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે ઝડપાયો છે. કુલ 1 કિલો 116 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે 3 આરોપી ઝડપાયા છે. બન્ને કેસમાં ડ્રગ્સ રાજસ્થાનથી આવ્યું હોવાનો ખુલાસો થયો છે. તૌફિક ઉર્ફે ટાઇગર ઘાંચી અને મન્સૂરી નામના આરોપીની ધરપકડ કરીને 52.18 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. રાજસ્થાન જેલમાં મુલાકાત થયા બાદ આરોપીઓ ડ્રગ્સની હેરાફેરી કરતા હોવાનો ખુલાસો થયો છે. આરોપી ઉદયપુરના આરીફ પઠાણ ઉર્ફે દિપુ પાસેથી ડ્રગ્સ મગાવતા હતા. MD ડ્રગ્સ બાદ કોકિન, કફશીરપ, અને ગાંજાનું પણ કનેકશન સામે આવ્યું. જયાં કફશિરપનું અમદાવાદ, કોકિન મુંબઈથી, MD ડ્રગ્સનું મધ્યપ્રદેશ અને મુંબઈ કનેક્શન છે. ગાંજાનું સુરત કનેક્શન આવતા અનવર ઉર્ફે પપ્પુનું નામ ખૂલ્યું છે. અમદાવાદ ડ્રગ્સ મુક્ત અભિયાન હેઠળ ક્રાઇમ બ્રાન્ચે કાર્યવાહી કરી છે.

Download Our B K News Today App



Related News