દિલ્હીથી રેમડેસિવિર ઈન્જેક્શન લાવી લોકોને રૂ. 8500ના મોંઘાના ભાવે વેચતા શખસને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો.
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2021-04-14 14:33:57
- Views : 256
- Modified Date : 2021-04-14 14:33:57
કોરોના મહામારીમાં છેલ્લા ઘણા સમયથી રેમડેસિવિર ઇન્જેક્શનની માંગ વધી છે. ત્યારે બજારમાં કાળા બજાર ન થાય તેનું પણ પોલીસ અને જે તે વિભાગ ધ્યાન રાખી રહ્યું છે. ત્યારે એક વ્યક્તિ દિલ્હીથી ઇન્જેક્શન લાવી ગ્રાહકો પાસે 5400ના 8500 વસૂલી કાળા બજાર કરતો હોવાનું સામે આવતા ક્રાઇમબ્રાન્ચે આ શખસ સાથે છટકું ગોઠવી તેની ધરપકડ કરી છે. તેની તપાસમાં તેના સાથી મિત્રની પણ સંડોવણી સામે આવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
હાલમાં ચાલતી કોરોના વાયરસની મહામારીમાં કોરોના સંક્રમિત ગંભીર દર્દીઓને સારવાર માટે આપવામાં આવતા રેમડેસિવિર ઇન્જેક્શનની અછત વચ્ચે કાળાબજાર થઈ રહેલા હોવાના સમાચાર સોશિયલ મીડિયામાં સામે આવતા આ બાબતને લઈને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી હતી. ત્યારે પોલીસને બાતમી મળી હતી કે જસ્ટિન પરેરા નામનો વ્યક્તિ ઇન્જેક્શનનો જથ્થો અન્ય જગ્યાએથી વગર પરવાને લાવી બજાર કિંમત કરતા ઊંચા ભાવે ગેરકાયદેસર વેચાણ કરે છે.
જેના આધારે ક્રાઈમ બ્રાન્ચે ટ્રેપ ગોઠવી હતી અને એક બોગસ ગ્રાહક તૈયાર કર્યો હતો. આ બોગસ ગ્રાહક પાસે તેના મોટા ભાઈ ને કોરોના સંક્રમણ થયું છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કર્યા છે અને સારવાર માટે ત્રણ ઇન્જેકશન ની જરૂરિયાત છે તેવો મેસેજ આ જસ્ટિનને કરાવ્યો હતો. જેથી જસ્ટિન નામના વ્યક્તિએ એક ઈન્જેક્શનના 8500 રૂપિયા થશે તેમ કહી ઇન્જેક્શનના રૂ. 25,500 એડવાન્સ માંગ્યા હતા અને ઇન્જેક્શનની ડિલિવરી અમદાવાદ એરપોર્ટ ખાતેથી મળી જશે તેવું આ બોગસ ગ્રાહકને જણાવ્યું હતું.
બાદમાં જસ્ટિન નામના વ્યક્તિએ ઇન્દ્રપ્રસ્થ ટાવર ખાતે આવી પૈસાની લેવડ-દેવડ કરવા આ બોગસ ગ્રાહકને જણાવ્યું હતું. બાદમાં મોડી રાત્રે ઇંજેક્શનની ડિલિવરી માટે મેસેજ કરશે તેમ જણાવ્યું હતું. બોગસ ગ્રાહક પૈસા આપવા ગયો હતો ત્યારે એક મહિલાએ તેની પાસેથી પૈસા લીધા હતા અને જસ્ટિન બાબતે પૂછતાં તે બહાર ગયો હોવાનું મહિલાએ જણાવ્યું હતું. બાદમાં જસ્ટિનનો ડિલિવરી માટે કોઈ મેસેજ ન આવતા બોગસ ગ્રાહક પાસે ક્રાઈમ બ્રાન્ચે મેસેજ કરાવ્યો હતો અને બાદમાં બીજે દિવસે સવારે 10 વાગ્યે ડિલીવરી લેવા માટે આવવા જણાવ્યું હતું.
એરપોર્ટ ખાતે આ ડિલિવરી મળશે તેવું જણાવતાં બોગસ ગ્રાહક ત્યાં પહોંચ્યો હતો. જ્યારે જસ્ટિનને ફોન કર્યો ત્યારે તે દિલ્હી હોવાનું તેણે જણાવ્યું હતું અને બાદમાં જ્યારે જસ્ટિન આવ્યો ત્યારે બોગસ ગ્રાહકની સાથે ક્રાઇમ બ્રાન્ચે છટકું ગોઠવી જસ્ટિન નામનો આ શખ્સ મળી આવતા ક્રાઈમ બ્રાન્ચે જસ્ટિન પરેરા (રહે, ઈન્દ્રપ્રસ્થ ટાવર, વસ્ત્રાપુર) ની અટકાયત કરી તેને ક્રાઈમ બ્રાન્ચ લઈ જવામાં આવ્યો હતો.ક્રાઈમ બ્રાન્ચે આરોપીની જડતી કરી ત્યારે તેની પાસેથી મોબાઈલ ફોન, લેપટોપ અને 35 જેટલા રેમડેસિવિર ઇન્જેક્શનનો જથ્થો મળી આવ્યો હતો. આરોપી પોતે માસ્ક સેનિટાઇઝરનો ધંધો કરે છે અને તે અનુસંધાને છેલ્લા એક વર્ષથી રિજન્ટ હેલ્થ કેર મેમનગરના ડાયરેક્ટર વિવેક હુંડલાણી ના સંપર્કમાં આવ્યો હતો અને તેની સાથે ઓળખાણ થઈ હતી.
કોરોનાની મહામારીમાં ઇન્જેક્શનની માંગ વધતા આ વિવેક પોતાની કંપનીના નામે બિલથી ઇન્જેક્શન ખરીદી કરી ઊંચા ભાવે વેચાણ કરશે અને તેમાં તે નફામાં ભાગ આપશે તેવી વાત કરી હતી. વિવેક નામના વ્યક્તિએ સંમતિ આપતાં દસેક દિવસથી આરોપી દિલ્હીથી આ ઇન્જેક્શન ખરીદી લાવતો હતો અને તેનું પેમેન્ટ પણ વિવેકની કંપનીના એકાઉન્ટમાંથી થતું હતું. આરોપી 5400 રૂપિયાના ઇન્જેક્શનના 8,500 રૂપિયા લઇ કાળા બજાર કરતો હોવાનું સામે આવતા પોલીસે તેની સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.
Related News
ગુજરાતમાં FDCAનો સપાટો, ગંભીર ક્ષતિ બદલ 50 દવા પેઢીઓના લાયસન્સ...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:21 pm
- 20
સુરતમાં 13 વર્ષીય વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું, પરિવારમાં ભારે...
- by B.K.NEWS DAINIK
- September 1, 2026, 11:52 am
- 42
અમદાવાદમાં 2.90 કરોડની નકલી નોટો...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:37 pm
- 103
અશાંત વિસ્તાર મિલકતોના કાયદામાં સુધારા બિલ લાવશે...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:34 pm
- 174
જામનગરના ધૂતારપર ગામમાં રહેતી પરિણીત યુવતીનો ગળાફાંસા દ્વારા...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:30 pm
- 156
PCBના કુબેરનગર અને શાહપુરમાં દરોડા,લાખનો દારૂ અને મુદ્દામાલ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:59 pm
- 99
બોગસ કંપની બનાવી મિત્રો સાથે લાખોની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:57 pm
- 103
ઈન્દ્રોડા કટ પાસે બેરિકેટ સાથે મોપેડ અથડાતા સુદાનના યુવકનું ઘટનાસ્થળે જ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:54 pm
- 76
પંચમહાલના ગોધરા પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ કેન્દ્રને બોમ્બથી ઉડાવી દેવાની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:53 pm
- 84
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસની મોટી જાહેરાત, 50% બેઠકો પર યુવા...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:51 pm
- 83
ન્યાયના વ્યવસાય સાથે જોડાયેલા વકીલોમાં જ ગેરરીતિનો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:13 pm
- 73
જામનગરના યુવાનને પ્રેમિકાના પતિની જાનથી મારી નાખવાની...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:09 pm
- 66
સાબરકાંઠાના વડાલીમાં સગીરા પર લગ્નની લાલચે દુષ્કર્મ, રાજસ્થાનથી ઝડપાયો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:07 pm
- 65
જામનગરનો યુવાન ઓનલાઈન શોપિંગ કરવા જતાં સાયબર ફ્રોડ ટોળકીનો શિકાર...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:39 pm
- 138
જામનગરમાં યુવાન પર સામાન્ય બોલાચાલીમાં તલવાર અને લોખંડના પાઇપ વડે...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:37 pm
- 75
હોળી-ધુળેટી અને રમઝાનને લીધે અમદાવાદ પોલીસ...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 1:21 pm
- 63
હોળી-ધુળેટી નિમિત્તે શહેરમાં પોલીસ કાફલો...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 12:28 pm
- 82
ક્રિપ્ટોમાં રોકાણની લાલચ પડી ભારે, મોબાઈલ રિપેરિંગ કરતા યુવકે 5 લાખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:57 pm
- 89
ઘરની તિજોરીના લોકરમાંથી રોકડા 1.46 લાખની...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:55 pm
- 113
જુનિયર ક્લાર્ક CCEમાં વધારાના 1180 હોદ્દા પર...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:41 pm
- 74
વડોદરાના જુના પાદરા રોડ પર વેપારીનું 1.5 લાખની રોકડનું પર્સ લૂંટી ત્રણ ગઠીયા...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:28 pm
- 73
PSIની લેખિત પરીક્ષાની સંભવિત તારીખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:26 pm
- 80
ગુજરાતમાં 'ડ્રગ્સનો દરિયો'! પોરબંદરથી 200 કિલો ડ્રગ્સ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:26 pm
- 65
ક્રિપ્ટો કરન્સીના નામે 100 લોકોને ચૂનો લગાડનાર અમદાવાદથી...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:39 pm
- 75
જામનગર નજીક સિક્કામાં રહેતા 70 વર્ષના બુઝુર્ગ ઉપર ધોકા વડે હુમલો કરી માથું...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:36 pm
- 73
અમરેલીમાં સિંહથી બચવા બળદો ગાડા સાથે કૂવામાં કૂદ્યા, એકનું કરુણ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:33 pm
- 74
લગ્ન પ્રસંગમાં આઇસ્કીમ ખાધા બાદ 150 થી 200 લોકોને ખોરાકી ઝેરની...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:16 pm
- 80
અઢી-ત્રણ કરોડના બંગલા અને 30-40 લાખના ફ્લેટના ડ્રેનેજ કનેક્શન...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:08 pm
- 68
કારના બે ટુકડાં થયા, મેળાથી પાછા આવતા યુવક-યુવતીનું...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:04 pm
- 64
વડોદરામાં કપુરાઈ પોલીસની કાર્યવાહી બે અલગ-અલગ દરોડામાં 12 લાખથી વધુનો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:24 pm
- 72
અમદાવાદના વટવા GIDC માં કંપારી છૂટી જાય તેવો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:20 pm
- 76
વડોદરામાં શિવજી કી સવારી, ભારત-પાક મેચ અને અમિત શાહના કાર્યક્રમો નિમિત્તે...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:18 pm
- 70
છોટા ઉદેપુર-વડોદરા નેશનલ હાઈવે પર હિટ એન્ડ...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:32 pm
- 68
વડોદરા શહેરમાં માર્ગો પર ઠેર-ઠેર ખોદકામથી ભારે...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:27 pm
- 68
જામનગરના માર્કેટ યાર્ડ રોડ પર મોડી રાતે કારમાં ઈંગ્લિશ દારૂની હેરાફેરી...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:24 pm
- 62
અમદાવાદ એરપોર્ટ પર એકસાથે 8 લોકોએ નમાઝ પઢતા...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:45 pm
- 76
જામનગરમાં 5 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરનાર નરાધમને 5 વર્ષની સખત...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:43 pm
- 112
વેજલપુર-વિશાલા રોડ પરથી રવિ ગોદારા ગેંગના 2 ગેંગસ્ટરની...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:04 pm
- 60
અમદાવાદના જમાલપુરમાં નળમાંથી ડહોળા પાણી સાથે નીકળ્યો...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 2:13 pm
- 69
ફ્લેટ અને શોપના બુંકીગના નામે બે કરોડ લઇને છેતરપિંડી કર્યાની...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:31 pm
- 74
કાલાવડ નજીક વાડી વિસ્તારમાંથી શખ્સ 236 નંગ ઇંગ્લિશ દારૂની બોટલો સાથે LCBના...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:28 pm
- 58
વડોદરાના યાકુતપુરામાં દૂષિત પાણી મુદ્દે રહીશોનો...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:48 pm
- 118
અમદાવાદના નરોડામાં અગરબત્તીના કારખાનામાં ભીષણ...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:22 pm
- 59
જામનગરમાં 150થી વધુ ગેરકાયદે ઝૂંપડાઓ તોડી...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:19 pm
- 52
જામનગરમાં અડધી રાત્રે 'ધૂમ' મચાવતી 24 લોકોની ગેંગ...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:16 pm
- 56
જામનગરમાં દંપતિ પર તેના જ કપાતર દિકરાએ હુમલો કરી દેતાં ભારે...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:13 pm
- 56
સેવન્થ ડે સ્કૂલ ફરી વિવાદમાં, ધો.7ના વિદ્યાર્થી સાથે 3 સ્ટુડન્ટે કરી...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:09 pm
- 60
વગર ટિકિટે મુસાફરી કરતા લોકો પાસેથી રેલવેને 25 કરોડની...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 1:00 pm
- 112
સિડનીમાં અમદાવાદીને ડિજિટલ એરેસ્ટ કરી 50 લાખ પડાવી...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 12:57 pm
- 54
અમદાવાદના ધોળકા-બગોદરા હાઈવે પર ગોઝારો...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 12:53 pm
- 76



