ડિઝલ ના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડતી પાટણ લોકલ ક્રાઇમ બ્રાન્ચ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-17 13:48:44
  • Views : 449
  • Modified Date : 2019-05-17 13:48:44

પોલીસ અધિક્ષક પાટણ શ્રી શોભા ભુતડા સાહેબે પાટણ જિલ્લામાં નેશનલ હાઇવે ઉપર આવેલ હોટલો ઉપર વોચ રાખી રાત્રિના સમયે હોટલો ઉપર થતી ગે.કા. પ્રવૃતિ રોકવા કરેલ સુચના આધારે  પોલીસ.સબ.ઈન્સ વાય.કે.ઝાલા નોકરી એલ.સી.બી. પાટણ નાઓએ સૂચના કરેલ હોઇ. જે સૂચના આધારેતા.૧૫,૧૬/૦૫/૨૦૧૯ ની રાત્રિના સમયે પો.સબ.ઇન્સ. વાય.કે.ઝાલા તથા અ.હેડ.કોન્સ.અમિતસિંહ માનસિંહ તથા અ.હેડ.કોન્સ હિતેશકુમાર વીરાભાઈ તથા અ.પો.કોન્સ. વિનોદકુમાર પુનાભાઈ તથા અ.પો.કોન્સ. જીતેંદ્રકુમાર ગોવિંદભાઈ તથા અ.પો.કોન્સ. નવાઝશરીફ ગુલામરસુલભાઈ એલ.સી.બી. પોલીસ સ્ટાફના માણસો સાંતલપુર પો.સ્ટે. વિસ્તારમાં મિલ્કત સંબધીત ગુન્હા લગત ના.રા. પેટ્રોલીંગ મા હતા. તે દરમ્યાન પો.સબ.ઇન્સ. વાય.કે.ઝાલાને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે મોજે સાંતલપુર થી કચ્છ ભુજ તરફ જતા નેશનલ હાઈવે ઉપર આવેલા ગરામડી ગામના પાટીયા નજીક આવેલ ગુરૂ અમરદાસ ખાલશા હોટલ પાણીની ટાંકી સામે રાઠોડ વિપુલભાઈ ખોડાભાઈ રહે મુળ છાણવા તા.રાપર જિ.કચ્છ-ભુજ વાળાની ટાયર પંચરનું કેબીન આવેલ હોઈ અને તે કેબીન ની પાછળના ભાગે સદરી ઈસમ છ્‌ળકપટથી ડીઝલ મેળવી ડીઝલનો જથ્થો કેબીનની પાછળના ભાગે રાખેલ છે. જે હકીકત આધારે પંચો સાથે સદરી જગ્યાએ રેઇડ કરી રાઠોડ વિપુલભાઈ ખોડાભાઈ રહે મુળ છાણવા તા.રાપર જિ.કચ્છ-ભુજ વાળાને ડીઝલ ભરેલ ૨૦ લીટર ના કેરબા નંગ -૮ તથા ૧ (એક) મોટો ૪૦ લીટર નો કેરબામાંનો કુલ ડીઝલ જોતા આશરે ૨૦૦ લીટર હોઈ જે એક લીટર ડીઝલની કિંમત રૂપિયા આશરે ૬૮ ની ગણાય એમ કુલ ૨૦૦ લીટર ડીઝલની કિંમત રૂપિયા ૧૩૬૦૦ ની ગણાય તથા નાળચુ, માપીયુઅને ટોટી કીમત રૂપિયા ૦૦/૦૦ ની ગણાય. જે ઉપરોક્ત તમામ મુદ્દામાલ મળી આવેલ હોઇ સી.આર.પી.સી કલમ ૧૦૨ મુજબ તપાસ અર્થે કબજે કરેલ છે. અને રાઠોડ વિપુલભાઈ ખોડાભાઈ રહે મુળ છાણવા તા.રાપર જિ.કચ્છ-ભુજ વાળા ને સી.આર.પી.સી કલમ ૪૧(૧)ડી મુજબ અટક કરી બનેલ કાગળો તથા મુદ્દામાલ સાથે સદરી ઇસમને આગળની કાર્યવાહી કરવા સારૂ સાંતલપુર પોલીસ સ્ટેશનમાં આગળની ઘટતી કાર્યવાહી કરવા સોંપેલ છે.


Download Our B K News Today App



Related News