ક્રાઇમ બ્રાન્ચે દાહોદમાંથી રીક્ષા ચોરી કરી આમોદમાં વેચવા ફરતા વાહનચોરને ઝડપી પાડ્યો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-12-30 15:40:44
  • Views : 101
  • Modified Date : 2023-12-30 15:40:44

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે દાહોદમાંથી વાહનચોરી કરી ભરૂચના આમોદ તાલુકામાં ફરતા એક શખ્શને  ઝડપી પાડ્યો છે. ભરૂચ એલસીબીની ટીમે ભાનુભાઇ હરસિંગભાઇ ભુરીયા રહેવાસી સીમલીયાબુજર્ગ ભુરીયા ફળીયુ તા.ગરબાડા જી.દાહોદની ધરપકડ કરી એક ઓટોરિક્ષા કબ્જે કરી છે.પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ સંદીપ સિંહ તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાનાઓએ જીલ્લામાં મિલ્કત સંબંધી ગુનાઓ તથા વ્હિકલ ચોરીના ગુનાઓ અટકાવવા તેમજ શોધી કાઢવા પોલીસને સુચના આપી હતી.લોકલ ક્રાઇમ બ્રાંચ ભરૂચના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટર એમ.એમ.રાઠોડએ ઉપરોક્ત સુચનાઓ અન્વયે ભરૂચ એલ.સી.બી.ની અલગ અલગ ટીમો બનાવી મિલ્કત સંબંધી તથા વાહન ચોરીના વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા ભરૂચ જીલ્લાના અલગ અલગ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલિંગ દ્વારા સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ હતા .આ  દરમિયાન એલ.સી.બી.પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.એમ.વાળાની ટીમ આમોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમી મળેલ કે એક દાહોદ અથવા ગોધરા તરફનો મજુર લીલા-પીળા રંગના હુડની નંબર વગરની CNG ઓટો રીક્ષા લઇને ફરે છે. ચોક્ક્સ બાતમી આધારે એલ.સી.બી.ટીમ આમોદ ખાતે ભીમપુરા ગામ તરફ જવાના રોડ ઉપર વોચમાં હતી ત્યારે વર્ણનવાળી રીક્ષા સાથે એક ઇસમ નજરે પડતા તેને ઝડપી પાડ્યો હતો.રીક્ષા ચાલક પાસે રીક્ષાનો કબ્જો ધારણ કરવા અંગે રીક્ષા માલીકીના દસ્તાવેજો કે અન્ય આધાર પુરાવો માંગતા રજુ ન કરી  સંતોષકારક જવાબ આપી શકેલ નહી જેથી રીક્ષાના એન્જીન, ચેચીસ નંબર આધારે, સરકારીશ્રી દ્વારા ઇસ્યુ કરવામાં આવેલ પોકેટ કોપ મોબાઇલ મારફતે ખાતરી કરતા રીક્ષાનો નંબર GJ 20 W 6195  મળી આવેલ હતો.આરોપીની ઉંડાણપુર્વક પુછપરછ હાથ ધરતા ભાનુભાઇ હરસિંગભાઇ ભુરીયા રહેવાસી સીમલીયાબુજર્ગ ભુરીયા ફળીયુ તા.ગરબાડા જી.દાહોદએ  સાત દિવસ અગાઉ ગરબાડા રીલાયન્સ પેટ્રોલપંપ ખાતેથી આ રીક્ષા ચોરી કરેલાની કબુલાત કરી હતી. પોલીસે  રીક્ષાની ચોરી કરનાર આરોપી વિરુધ્ધ ક્રિમીનલ પ્રોસીજન કોડની સંલગ્ન કલમ મુજબ કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી માટે આમોદ પોલીસ સ્ટેશનમાં સોંપી  ગરબાડા પો.સ્ટે.જાણ કરવા તજવીજ હાથ ધરી છે.ભાનુભાઇ હરસિંગભાઇ ભુરીયા  ગુનાહીત ઇતીહાસ ધરાવે છે જેની અગાઉ  ગરબાડા અને અમદાવાદ શહેર ઘાટલોડીયા પો.સ્ટેના ગુનાઓમાં પોલીસે દ્વારા ધરપકડ કરાઈ હતી. ગુનાનો ભેદ ઉકેલવામાં એલ.સી.બી. ભરૂચના પો.સ.ઈ. પી.એમ. વાળા સાથે અ.હે.કો. ઇરફાનભાઈ તથા અ.હે.કો. કીશોરસિંહએ જહેમત ઉઠાવી હતી.

Download Our B K News Today App



Related News